________________
શ્રાવકજીવન
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને અભયદાન આપવાનું છે. મન-વચન-કાયાને અશુભમાંથી મુક્ત રાખવાનાં છે, શુભમાં પ્રવૃત્ત કરવાનાં છે.
૨૫૪
આ વાતોનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસદશામાં ભૂલો પણ થાય છે. પરંતુ પ્રાયશ્ચિત્તથી આત્માને નિર્મળ કરવાનો હોય છે.
ક્ષમાનો અભ્યાસ કરનારો સાધુ ક્ષમાશીલ કહેવાય છે. ઇન્દ્રિયો ઉ૫૨ સંયમ રાખના૨ જિતેન્દ્રિય કહેવાય છે. એ રીતે બીજી વાતો પણ સમજી લેવાની. કોઈ સાધુ અભ્યાસમાં વધારે સાફલ્ય પામે છે, તો કોઈ ઓછું પામે છે. આવું બને છે. સ્કૂલમાં એક વર્ગમાં એંક જ વિદ્યાર્થી પ્રથમ આવે છે. કોઈ બીજો, કોઈ ત્રીજો, કોઈ પચાસમો ! પાસ પણ થાય છે અને નાપાસ પણ થાય છે, છતાં પણ છેવટે તે વિદ્યાર્થી છે - ફરીથી અભ્યાસ ક૨શે. પાસ થવાનો પ્રયત્ન કરશે. એવું જ સાધુઓનું છે.
બધા સાધુઓ પ્રથમ નંબરે નથી આવી શકતા. કોઈ પ્રથમ, કોઈ દ્વિતીય, કોઈ તૃતીય અને કોઈ પચાસમા નંબરે હોય છે ! પરંતુ છે તો બધા જ સાધુઓ ! સાધુને સાધુના રૂપમાં જ જોવાના છે અને દાન આપવાનું છે.
દાન આપવાનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે સાધુ ! આ ક્ષેત્રમાં આપેલું દાન મહાન ફળ આપે છે. જે ક્ષેત્રમાં ખૂબ જ ધાન્ય પેદા થાય છે, એ ક્ષેત્રને શ્રેષ્ઠ ક્ષેત્ર કહે છે. એવા ક્ષેત્રમાં બીજ વધારે વાવવાં જોઈએ, જેથી વધારે પાક મળી શકે.
જિનશાસનના સાધુઓની શ્રેષ્ઠતા :
તમને લોકોને જન્મથી જૈનસાધુઓ મળ્યા છે એટલે તેનું મૂલ્યાંકન નથી કરી શકતા. જે માણસ જન્મથી શ્રીમંત હોય છે તે પૈસાનું મૂલ્ય સમજી શકતો નથી ! જો તમે તુલનાત્મક દૃષ્ટિથી અધ્યયન કરશો તો દુનિયામાં જેટલા ધર્મો છે એ ધર્મોના સાધુઓની જીવનપદ્ધતિ, આચારમર્યાદા જુઓ અને જૈનધર્મના સાધુઓની આચારમર્યાદા જુઓ ! તુલના કરો તો તમને જૈનધર્મના સાધુઓની શ્રેષ્ઠતાની પ્રતીતિ થશે.
એવું ન માનતા કે હું જૈનસાધુ છું એટલા માટે જૈનધર્મને શ્રેષ્ઠ માનું છું. આ કોઈ અભિમાનની વાત નથી પરંતુ મારા અધ્યયનથી મને માલુમ પડ્યું છે. વિશ્વના ધર્મોનું મેં અધ્યયન કર્યું છે, એ આધારે હું કહી શકું છું કે જૈનસાધુ જેવી શ્રેષ્ઠ જીવનપદ્ધતિ કોઈ પણ ધર્મના સાધુની નથી. એવા સાધુને વિનયી, ભક્તિથી વિધિપૂર્વક દાન આપીને સુકૃત ઉપાર્જન કરો એ જ મંગલ કામના.
આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org