Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
૨૫૨
છે.
આ જન્મમાં માગવા છતાં મોક્ષ મળવાનો નથી. છતાં કલ્પના કરો કે માગવાથી મોક્ષ મળે છે ! તમે મંદિરમાં જઈને પરમાત્મા પાસે મોક્ષ માગ્યો. એ સમયે ભગવાનની મૂર્તિ બોલે કે : “તને મોક્ષ આપું છું, તું સંસાર છોડીને આવી જા, આજે જ આવી જા ! ” તો શું તમે સંસાર છોડીને મંદિરમાં પહોંચી જશો ? જરાક આત્મસાક્ષીથી વિચારો.
:
શ્રાવકજીવન
સર્વ પ્રથમ "મોક્ષ”ને સમજવાનો પ્રયત્ન કરો. વિશુદ્ધ આત્મદશાને સમજવા પ્રયત્ન કરો. તે તમને પ્રિય લાગે અને અશુદ્ધ આત્મદશા અપ્રિય લાગે, ત્યારે તમે મોક્ષ માગી શકો છો.
જેને વિશુદ્ધ આત્મદશા પામવાની તીવ્ર ઇચ્છા જાગૃત થાય છે તે માણસ શું દુનિયાના પ્રપંચોમાં ગૂંચવાશે ? તે વૈષયિક સુખોમાં આસક્ત થશે ? તમારી સ્થિતિ કેવી છે તે વિચારો.
મોક્ષ પામવાનો માર્ગ જાણો છો ? મોક્ષની વાત દૂર રાખો. ત્યાં પહોંચવાનો માર્ગ જાણો છો ?
સભામાંથી ; ત્યાં જવાની ઇચ્છા જ જાગી નથી, ત્યાં જવાનો માર્ગ શા માટે જાણીએ ?
મહારાજશ્રી : હું એ જ વાત કરું છું. પહેલાં "મોક્ષ”ને સમજો. મોક્ષ શું છે ? ક્યાં છે મોક્ષ ? કેવો છે મોક્ષ ? ત્યાં કેવું સુખ છે ? ત્યાં જે સુખ છે તે તમને પસંદ છે ? આ સર્વ વાતો ગંભીરતાથી વિચારો.
જ્યાં સુધી હૃદયમાં વિશુદ્ધ આત્મદશા પામવાની તીવ્ર ઇચ્છા-તમન્ના પેદા નહીં થાય અને મોક્ષ માગતા રહેશો, તો તમને લાખ ભવોમાં પણ મોક્ષ મળશે નહીં. કર્મોથી - પાપકર્મોથી અને પુણ્યકર્મોથી અશુદ્ધ આત્મા જ પ્રિય લાગે છે, ત્યાં સુધી મોક્ષ માગવાનો અભિનય કરવો દંભ છે.
એક ધાર્મિક પુરુષે મને કહ્યું : "હું તો જે કંઈ પણ દાન, શીલ, તપ વગેરે કરું છું, મોક્ષની ઇચ્છાથી જ કરું છું.” મેં પૂછ્યું : “શું તમે મોક્ષનું સ્વરૂપ મને સમજાવી શકશો ? મોક્ષની ઇચ્છા, મોક્ષ પ્રિય લાગ્યા સિવાય જાગતી નથી. અને મોક્ષ ત્યારે જ પ્રિય લાગશે કે જ્યારે મોક્ષનું અદ્ભુત સ્વરૂપ તમે સમજ્યા હશો. બતાવો મને મોક્ષનું સ્વરૂપ.
તેણે કહ્યું : “મોક્ષનું સ્વરૂપ તો હું નથી જાણતો.” મેં કહ્યું : "સંસારમાં પણ, જે વસ્તુને આપણે જોઈ નથી, જેનું વર્ણન સાંભળ્યું નથી. શું એ વસ્તુની ઇચ્છા મનમાં જાગશે ? તમે મોક્ષનું સ્વરૂપ જાણ્યું નથી, સાંભળ્યું નથી, વાંચ્યું નથી, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286