________________
૨પ૦
શ્રાવકજીવન ગુણો તરફ જોવું જેવી રીતે દૂધ પીનારા દૂધ તરફ જ જુએ છે, ભેંસની કાળી ચામડી તરફ નથી જોતા. એ રીતે જ્ઞાની-ચારિત્રી પુરુષના ગુણો જ જુઓ. તેમના દુર્ગુણો પ્રત્યે ન જુઓ. દોષ જોશો તો શ્રદ્ધા, ભક્તિ અને સ્નેહ તૂટી જશે, દ્વેષ ઉત્પન્ન થશે. ગુણ જોશો તો શ્રદ્ધા વગેરે ટકી રહેશે.
આ યુગમાં, આ કાળમાં, સાધુ-સાધ્વી દોષરહિત, અતિચાર-રહિત સાધુજીવનનું પાલન નથી કરી શકતાં, છતાં પણ જે પ્રકારે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે એનું ઓછું મહત્ત્વ નથી. તેઓ પગે ચાલે છે, રાત્રિભોજન નથી કરતાં, અનેકવિધ કષ્ટો સહન કરે છે. અજેને લોકો આનું જેટલું મૂલ્ય કરે છે તેટલું તમે લોકો નથી કરતા. સુપાત્ર દાન, નિઃસ્પૃહ ભાવથી આપો?
દાન આપવાની વિધિની અંતર્ગત ટીકાકાર આચાર્યશ્રીએ એક ખૂબ જ મહત્ત્વની વાત કરી છે ! તેમણે કહ્યું ઃ દાન આપતી વખતે યા દાન આપ્યા પછી "મને આ દાનથી આ જીવનમાં આવું આવું ફળ મળો...... પરલોકમાં સ્વર્ગીય સુખ મળો.” એવી અભિલાષા ન રાખવી જોઈએ. કેટલીક અભિલાષાઓનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે : - હું મુનિરાજને વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે આપીશ. મુનિરાજ જ્ઞાની છે, - પ્રભાવશાળી છે. મને કોઈ મંત્ર-યંત્ર આપશે. જેનાથી હું પૈસા કમાઈશ ! – હુંમુનિરાજને ઉત્તમ ભિક્ષા આપીશ, વસ્ત્ર વગેરે આપીશ, તેમની ભક્તિ કરીશ,
તો તેમના આશીવદિથી મને પુત્ર-પ્રાપ્તિ થશે ! – હું મુનિરાજને જે જોઈએ તે બધું લાવીને આપીશ. તેમની ભક્તિ કરવાથી કોર્ટના
કેસમાં હું જીતી જઈશ. મને આટલા લાખ રૂપિયા મળી જશે. – હું મુનિરાજની શ્રેષ્ઠ વસ્તુઓથી ભક્તિ કરીશ. તેઓ મારા ઉપર પ્રસન્ન થશે
અને મને આપત્તિમાંથી બચાવશે.
આ તો મુનિરાજ પાસેથી ફળની અપેક્ષાની વાત થઈ. કોઈ માણસ મુનિરાજ પાસે ફળની અપેક્ષા નથી રાખતો પણ સાધારણતયા ફળની અપેક્ષા કરે છે. જેમ
કે :
– “આપણે મુનિવરોની, સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ કરીશું તો સમાજમાં આપણું
નામ થશે. આપણી પ્રશંસા થશે.” – આપણે સાધુ-સાધ્વીની સેવા કરીશું તો તેથી આપણાં દુઃખો દૂર થશે, પુણ્યકર્મ
ઉદયમાં આવશે, અને આપણે સુખી થઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org