Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 259
________________ ૨૫૩ ભાગ - ૨ તમારા મનમાં મોક્ષની ઇચ્છા પેદા જ થઈ શકે નહીં.” એ ભાઈએ કબૂલ કર્યું કે “અમે માત્ર બોલીએ છીએ કે મોક્ષ માટે ધર્મ કરવો જોઈએ, પરંતુ મોક્ષને તો જાણતા જ નથી.” આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ : મેં કહ્યું: “મોક્ષનો રાગ ખૂબ આગળની વાત છે, મોક્ષ પ્રત્યે અદ્વેષ થવો પહેલી વાત છે. સર્વ પ્રથમ માણસે મોક્ષદ્વેષથી મુક્ત થવું જોઈએ. મોક્ષદ્વેષ દૂર થતાં ગુણવાન પુરુષો માટે દ્વેષ નહીં રહે. કેટલાક ધાર્મિક લોકો એવા દુરાગ્રહી જોવા મળે છે કે તેમને સમજાવવા શક્ય જ નથી. શુભ ભાવનાઓથી અંતઃકરણ પવિત્ર થવું જરૂરી છે. સંસારના વિષયસુખો પ્રત્યે અનાસક્તિનો ભાવ જાગૃત થવો જરૂરી છે. શુભ ભાવનાથી સાધુ-સાધ્વીને દાન કરતા રહો. ગુણવૃષ્ટિથી દાન કરવું. દોષ જોવાના જ નથી. સર્વગુણસંપન્ન સાધુ આ ધરતી ઉપર ક્યાંય નહીં મળે ! દ્રષ્ટિ સુધારવી આવશ્યક છે. દોષવ્રુષ્ટિનું ઓપરેશન કરાવી નાખો, જેમ મોતીયાનું ઑપરેશન કરાવો છો ને ? એ રીતે. સાધુઓનું સ્વરૂપ જે સાધુપુરુષોને દાન માટે સુપાત્ર બતાવ્યા, એ સાધુઓનું સ્વરૂપ-દર્શન ટીકાકાર આચાર્યશ્રીએ બતાવ્યું છે કે જેને સાધુપુરુષ આત્મસાત્ કરી શકે. क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागभयदाता । प्रोक्तस्त्रिदंड-विरतो, विधिग्रहिता भवति पात्रम् ॥ સાધુ ક્ષમાશીલ હોય છે, ઈન્દ્રિયોનું દમન કરનારો હોય છે, કષાયોથી મુક્ત હોય છે, જિતેન્દ્રિય હોય છે, સત્યભાષી હોય છે, અભયદાતા હોય છે, અને મનવચન-કાયાથી અશુભ પ્રવૃત્તિથી વિરત હોય છે. વિધિપૂર્વક દાન ગ્રહણ કરનારો હોય છે. આવો સાધુ દાન માટે પાત્ર હોય છે. આનો અર્થ એ છે કે જે સાધુ ક્ષમાશીલ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને વિધિપૂર્વક દાન ગ્રહણ કરે છે, તે દાન માટે પાત્ર બને છે. - સાધુએ ક્ષમાશીલ થવાનો-રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. - સાધુએ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ. - સાધુએ કષાયોથી મુક્ત રહેવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. - સાધુએ અસત્ય ન બોલવું - સત્ય બોલવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286