________________
૧૫૬
શ્રાવકજીવન ભિક્ષા આવ્યા પછી અમે સાથે બેસીને ભોજન કરીશું.
જો આગન્તુક સાધુ સ્વયં ભિક્ષા લાવવા આગ્રહ કરે તો અમારો એક સાધુ એમની સાથે જઈને ગૃહસ્થોનાં (જૈનોનાં) ઘર બતાવશે. એમને વિહાર કરીને જવું હોય, રસ્તો જાણતા ન હોય તો અમારો એક સાધુ તેમને રસ્તો બતાવશે. પણ કિદાચ કોઈ ગૃહસ્થ મહાનુભાવ રસ્તો બતાવનાર મળી જાય તો અમે રસ્તો બતાવવા નહીં જઈએ.
અમારો સાધુઓનો પરસ્પરનો વ્યવહાર જો શાસ્ત્રીય પદ્ધતિએ સુસંસ્કૃત થઈ જાય તો શ્રમણ સંઘનો પરસ્પરનો મૈત્રીભાવ વધી જાય. શાસ્ત્રાજ્ઞાના પાલનમાં ઉત્સાહી સાધુઓએ સાધુઓનો પારસ્પરિક વ્યવહાર શાસ્ત્રાનુસારી બનાવવો જોઈએ. એકબીજાની સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારમાં નાના મોટાનો યા તો ઓછાવત્તા જ્ઞાનનો ભેદ જોવામાં આવતો નથી. – આગન્તુક સાધુઓ દીક્ષાપયયિમાં નાના હોય, યજમાન સાધુ દીક્ષાપયયિમાં
મોટા હોય તો પણ તે ઊભા થઈને આગન્તુક સાધુઓનું સમુચિત સ્વાગત કરે. આગન્તુક સાધુ મહાજ્ઞાની યા પ્રભાવશાળી ન હોય, યજમાન સાધુ મોટા જ્ઞાની છે, પ્રભાવશાળી છે, પદસ્થ છે, છતાં પણ આગન્તુક સાધુઓને ઊભા થઈને
સ્વાગત કરે ! - આગન્તુક સાધુ શ્રેષ્ઠ કોટિના ચારિત્રી-તપસ્વી નથી. યજમાન સાધુ શ્રેષ્ઠ
કોટિના ચારિત્રી છે - મહાન તપસ્વી છે, છતાં પણ તેઓ ઊભા થઈને આગન્તુક સાધુઓનું પ્રેમથી સ્વાગત કરે.
સ્નેહ અને સભાવ મહત્ત્વની વાત છે. વત્તો ઓછો વ્યવહાર વિશેષ મહત્ત્વ નથી રાખતો. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં વિધાનો મળે છે. ઘણી સુંદર વ્યવસ્થા મળે છે. સાધુ-શ્રાવકોનો સંબંધ
ગ્રંથકાર આચાર્યદેવે આ સૂત્રના (અનારિકાયffમયT:) માધ્યમથી તમારો અને અમારો સંબંધ સ્પષ્ટ કર્યો છે. સાધુ અને સાધ્વી પોતાના સંયમ ધર્મની આરાધના ત્યારે જ નિશ્ચિતતા અને પ્રસન્નતાથી કરી શકે કે જ્યારે તમે શ્રાવકશ્રાવિકાઓ તેમની આધારશિલા બનીને રહ્યાં હો, તેમના સંરક્ષક બનીને રહ્યા હો. તમે લોકો : - બીમાર સાધુ-સાધ્વીની સેવા કરો છો. - બાળ - નાની ઉંમરના - સાધુ-સાધ્વીનો ખ્યાલ રાખો છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org