________________
ભાગ
થશે. એટલા માટે આત્મસાક્ષીએ તમે શીલધર્મનું પાલન કરતા રહો. શીલપાલનની સભાનતાઓ
-
૨
રિશુદ્ધ શીલપાલન સરળ નથી, ખૂબ જ કપરું કામ છે. પરંતુ જો તમારામાં બે વાતો હશે તો તમે સહજતાથી શીલપાલન કરી શકશો. પ્રથમ વાત છે પતિને પોતાની પત્નીમાં તૃપ્તિ અને પત્નીને પતિમાં તૃપ્તિ. બીજી વાત છે પતિ-પત્ની વચ્ચે
અંતરંગતા.
જીવનમાં આ બે વાતો હશે તો પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ નહીં બાંધે, પત્ની બીજા પુરુષ સાથે પ્રેમ-સંબંધ નહીં બાંધે.
—
૨૨૫
જે પતિ-પત્નીની પરસ્પરમાં તૃપ્તિ નહીં હોય, અંતરંગ પ્રેમ નહીં હોય તો સદાચારી રહેવું મુશ્કેલ છે. વૈવાહિક જીવનમાં એકબીજાના તમામ ગુણદોષોથી પર રહી અગાધ વિશ્વાસથી જોવું પડશે.
વિશ્વાસ ગુલાબી કાચ છે. એનાથી સર્વ વસ્તુઓ ગુલાબી જ ગુલાબી દેખાશે.
સદાચારી જીવન જીવનારા એક પુરુષે મને બતાવ્યું હતું : “અમે પતિ-પત્ની સર્વાંગીણ અંતરંગતા સાથે રહીએ છીએ. અમે એકબીજામાં અંશતઃ સમાહિત થઈ જઈએ છીએ. એકબીજામાં એવાં તો મળી ગયાં છીએ કે જેની કલ્પના બીજાઓ માટે અસંભવ છે !”
સદાચારી જીવન જીવવાના કેટલાક ઉપાયો :
પતિ-પત્નીના સંબંધમાં એકબીજા પ્રત્યે પૂરી ઈમાનદારી જોઈએ. એકબીજાની પૂરી ઓળખાણ જોઈએ અને ગહન આત્મીયતા જોઈએ.
બંને જીવનસાથી પરસ્પર નિઃસંકોચભાવે પોતપોતાની દુર્બળતાઓની ચર્ચા એવા વિશ્વાસથી કરે કે તેમના ગુણોની સાથે તેમની ખામીઓ પણ સ્વીકાર્ય બની શકે. આ જ સ્વીકૃતિ નિકટતાની પૂર્વ શરત છે. એનાથી જ વિશ્વાસ અને આસ્થાનો ઉદય થાય છે.
તમારા મનમાં જીવનસાથી પ્રત્યે એ વિશ્વાસ હોવો જોઈએ કે તમને તમારા ગુણો અને દોષો સાથે સ્વીકારવામાં આવ્યા છે, અને તે તમારી આસ્થાને આઘાત નહીં પહોંચાડે.
દાંપત્યજીવનમાં અંતરંગતાની અનુભૂતિ એ વાત પર નિર્ભર હોય છે કે બંને એકબીજાને પોતાના માટે કેટલાં મહત્ત્વપૂર્ણ માને છે. જો દંપતી એકબીજાને પોતાના જીવનના વિશિષ્ટ અંગ ન માનતાં હોય તો દાંપત્યજીવનમાં જુદાપણું આવતું-જતું રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org