________________
૨૪
શ્રાવકજીવન ત્યારે ત્યાં જઈને શાન્તિથી બેસીને પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. આંખો બંધ કરીને પરમાત્માની મૂર્તિ સાથે મન જોડવું જોઈએ. માત્ર મૂર્તિ જ જોતા રહો. કલ્પનાથી સર્વ વિચારોમાંથી મુક્તિ પામીને જો પરમાત્માનું ધ્યાન કરશો, તો અપૂર્વ આનંદનો તમને અનુભવ થશે. જો ધ્યાનમાં મન ન લાગતું હોય તો ચાર-પાંચ ભક્તિગીત-સ્તવન ગાવાં. સ્તવનામાં મનને જોડવું! બની શકે તેટલું મૌન ધારણ કિરવું !
રાત્રિના સમયે પણ પરમાત્માની સાથે મનને જોડવાનો પ્રયત્ન કરવો. તીર્થક્ષેત્રમાં રાત્રિના સમયે જ દિવ્ય અનુભવો થઈ શકે છે. અલબત્ત, કેટલાંક વર્ષોથી મહિલાઓએ મોટી આશાતના કરવાની શરૂઆત કરી દીધી છે. એમ.સી. ના સમયમાં કેટલીક અજ્ઞાની છોકરીઓ અને સ્ત્રીઓ મંદિરમાં ચાલી જાય છે ! આ ઘણી મોટી આશાતના છે. આવું થતાં તીર્થની દિવ્યતા, પ્રભાવ, મહિમા ક્ષીણ થઈ જાય છે ! - કેટલાક અજ્ઞાની લોકો મુખમાં પાન યા સોપારી ચાલતા ચાલતા મંદિરમાં ચાલ્યા જાય છે. પાણીથી મુખ સાફ કરીને મંદિરમાં જવું જોઈએ - એટલો વિવેક પણ તેઓ જાણતા નથી.
૩૦-૪૦ વર્ષ પૂર્વે ભલે ઓછા લોકો તીર્થયાત્રા કરતા હતા, પરંતુ પ્રાયઃ આશાતના કરતા ન હતા. તે લોકો પાપથી ડરતા હતા. નિયમોનું પાલન કરતા હતા. એ સમયે તીર્થનો દિવ્ય પ્રભાવ અનુભવાતો હતો. લક્ષ્ય રાખવાનું છે શાસનની ઉન્નતિનું
અહીં પ્રસ્તુતમાં આપણી વાત છે શાસન-ઉન્નતિની. જિનશાસનની ઉન્નતિના અનેક ઉપાયોમાં એક ઉપાય છે સંઘયાત્રા. ચતુર્વિધ સંઘની સાથે પગે ચાલીને સંઘયાત્રા કરવાની છે. ભવ્યતાથી કરવાની છે. બીજી પ્રજા તમારી સંઘયાત્રા જોઈને જૈનધર્મની પ્રશંસા કરે. તમારા હૃદયમાં પણ જિનશાસનની ભક્તિના ભાવ વધતા રહે.
સંઘયાત્રાનું શ્રેષ્ઠ આયોજન કરવું જોઈએ. જ્યારે પણ અવસર પ્રાપ્ત થાય, અનુકૂળ સંજોગો આવે ત્યારે આયોજન કરવાના મનોરથ કરતા રહેવું. આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org