________________
ભાગ
-
-
-
૨
કંદમૂળ ખાય છે.
હોટલમાં ચાલ્યા જાય છે.
રેડિયો વગાડે છે, જુગાર રમે છે, બાજી રમે છે.
સંઘપતિ કોઈને કશું કહી શકતો નથી. જાણે કે લોકો સંઘપતિની જાનમાં આવ્યા હોય એવો વ્યવહા૨ કરે છે ! એકાસણા - આયંબિલની વાત જવા દો, દિવસમાં ત્રણ-ચાર વખત ભોજન કરે છે. રોજ નવી નવી મીઠાઈઓ બને છે, શરાબ પિવાય છે !
૨૪૩
ન તપ, ન ત્યાગ, ન પરમાત્મભક્તિ અને કહે છે કે અમે સંઘયાત્રા કરી આવ્યા ! ન રોજ ધર્મોપદેશ સાંભળવા મળે છે, ગુરુમહારાજ સાથે હોતા નથી ! એક દિવસમાં ત્રણ - ચાર તીર્થોમાં ચાલ્યા જાય છે. વ્યવસ્થાપક બૂમો મારે છે : "જલદી જલદી દર્શન કરી લો. બસ ઊપડે છે.” ન શાન્તિથી દર્શન થાય છે પરમાત્માનાં કે ન સ્તવન-ચૈત્યવંદન થાય છે. પૂજનની તો વાત જ શું ?
ઠીક છે, દશ ટકા યા પચીસ ટકા લોકો વ્યવસ્થિત પદ્ધતિથી યાત્રા કરતા હશે. બાકીના લોકો યાત્રા ઓછી, મોજમજા જ વધારે કરે છે ! છોકરા-છોકરીઓની ધમાલ જુદી ચાલે છે !
ટ્રેઈનમાં સંઘ ખૂબ નીકળે છે. લાખો રૂપિયા ખર્ચાય છે; પરંતુ આટલાં તનમન-ધન વ્યય થતાં હોવા છતાં પણ ફળશ્રુતિ શું હોય છે ? જીવનમાં કેટલો સુધારો થાય છે ?
સભામાંથી : જીવન સુધારવાની ભાવનાથી અમે તીર્થયાત્રા નથી કરતા, પુણ્ય બાંધવા તીર્થયાત્રા કરીએ છીએ !
મહારાજશ્રી : શું વધારે બાંધો છો ? પુણ્ય કે પાપ ? કોઈ વિચાર જ નથી. યાત્રાની યાત્રા અને મફતમાં ફ૨વા મળે છે. એમાં પણ પૂર્વના દેશોની તીર્થયાત્રામાં તો અનેક નગરો જોવા મળે છે. કોઈક સંઘ તો કાશ્મીર પણ જાય છે.
આવી અનેક હરકતો તીર્થયાત્રાઓમાં ચાલી રહી છે. નામ તીર્થયાત્રાનું, કામ ભવયાત્રાનું થઈ રહ્યું છે !
તીર્થસ્થાનોમાં શું કરવું જોઈએ ? :
ઘર, દુકાન, વેપાર અને વ્યવસાય છોડીને જ્યારે તીર્થમાં જાઓ જ છો, સમય કાઢ્યો જ છે, તો તે સમયનો સદુપયોગ કરવો જોઈએ.
તીર્થમાં જઈને વિશેષ રૂપે પરમાત્માની પૂજા અને ભક્તિ કરવી જોઈએ. દોઢબે કલાક મંદિરમાં પસાર કરવા જોઈએ. બપોરે જ્યારે મંદિરમાં ભીડ નથી હોતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org