________________
ભાગ - ૨
૨૪૧ જોઈએ. શક્તિ અનુસાર દાન આપવું જોઈએ અને અનુકંપા-દાન આપવું જોઈએ.
જીવનમાં કંઈક પરિવર્તન કરવાનો સંકલ્પ પણ તીર્થમાં કરવો જોઈએ. જેવા કે :- હવે હું ક્રોધ નહીં કરું.
હવે હું ઘરમાં યા બહાર કંદમૂળ નહીં ખાઉં. - હવે હું રાત્રિભોજન નહીં કરું. હવે હું પ્રયોજન વગર હોટલમાં ભોજન નહીં કરું.
હું દરરોજ પરમેશ્વરની પૂજા કરીશ. હવે હું દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખ્ખાણ કરીશ.
હવે હું વેપારમાં બેઈમાની નહીં કરું. – હવે હું બીડી-સિગરેટ નહીં પીઉં, જો પીતા હો તો. – હવે હું તમાકુનું પાન-માવો વગેરે નહીં ખાઉં. – પ્રતિવર્ષ એક તીર્થયાત્રા કરીશ.
આવો કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ. એનાથી તીર્થયાત્રાની સફળતા મળે છે. બીજા લોકો પણ તમારી પ્રશંસા કરશે. યાત્રા કરવી તો આ રીતે કરવી. તીર્થભૂમિમાં જઈને, ઓછામાં ઓછું છેવટે પાપ-પ્રવૃત્તિ તો કરવી જ નહીં. તીર્થયાત્રામાં પાપ-પ્રવૃત્તિ ન કરવી?
જો તીર્થસ્થાનોમાં જઈને પાપ કર્યો તો તેનાં ભયંકર પરિણામો આ જન્મમાં અને પરલોકમાં ભોગવવાં પડશે. તીર્થક્ષેત્ર પાપ કરવા માટે છે જ નહીં. જેમને પાપ કરવાં હોય, તેણે તીર્થમાં જવું જ ન જોઈએ. શા માટે તીર્થક્ષેત્રમાં જાય ? આ સભામાંથી બીજી જગાએ જાય તો વધારે ખર્ચ થાય છે. તીર્થની ધર્મશાળા પ-૧૦ રૂપિયામાં મળી જાય છે ! ત્યાં પૂછનાર પણ કોઈ નથી હોતું !
મહારાજશ્રી પૂછનાર ભલે ન હોય, જોનાર તો છે ! એક નહીં, અનંત વિશુદ્ધ આત્માઓ જુએ છે ! અનંત સિદ્ધ ભગવંતો જુએ છે. મહાવિદેહ ક્ષેત્રના બે કરોડ કેવળાની જુએ છે. પાપ કરનારાઓ તેમને નથી જોતા, પણ તેઓ તો ચરાચર વિશ્વને જુએ છે. ઓરડો બંધ કરીને પાપ કરો યા ભૂગર્ભમાં જઈને પાપ કરો, અનંત સિદ્ધ આત્માઓ જુએ જ છે.
તીર્થક્ષેત્રની ધર્મશાળાઓ શું ધર્મ કરવાની શાળાઓ નથી? નથી ને? વધારે લોકો ધર્મશાળામાં રાત્રિભોજન કરે છે. કંદમૂળ ખાય છે. જુગાર રમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org