________________
પ્રવચન. : ૪૩
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. જે રીતે આપણા જીવનમાં વ્રતોનું પાલન કરવાનું છે, તે રીતે બીજા પ્રત્યે આપણાં કર્તવ્યોનું પાલન કરવાનું છે અને જિનશાસનની ઉન્નતિ ય કરવાની છે. આપણા ઉપર જિનશાસનનો મહાન ઉપકાર છે. જિનશાસન સુખદાયી છે કલ્યાણકારી છે. સંસારના સર્વ જીવો જિનશાસન પામીને સુખ પ્રાપ્ત કરે, સદ્ગતિગામી બને, એ ભાવનાથી તમારે : - સમ્યગુ ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. - યથોચિત વિનય કરવો જોઈએ. - દીન અને અનાથ જીવોનો સમુદ્ધાર કરવાનો છે. - સુવિહિત સાધુપુરુષોનું પુરસ્કરણ કરવાનું છે. - પરિશુદ્ધ શીલનું પાલન કરવાનું છે. પરિશુદ્ધ શીલનું પાલન :
જિનશાસનની ઉન્નતિનો પાંચમો ઉપાય છે - પરિશુદ્ધ શીલનું પાલન. જો તમે પાંચ અણુવ્રત અથવા બાર વ્રતો ગ્રહણ કર્યા છે, તો પછી તમારા જીવનમાં શીલધર્મનું પાલન હશે જ. પરિશુદ્ધનો અર્થ છે અતિચારરહિત પાલન. શીલવતનું પાલન દોષ લગાડ્યા સિવાય કરવાનું છે.
યાદ રાખો તમારી તરફ લોકોની દ્રષ્ટિ હોય છે, કારણ કે તમે શ્રાવક છો. તમે ઉચ્ચ કોટિનું જીવન જીવનારા છો. લોકો તમને એ રૂપે જુએ છે. જે લોકો દુરાચારીવ્યભિચારી હોય છે, તેઓ પણ તમને સદાચારીના રૂપમાં જોવા ઇચ્છે છે. શીલવાનના રૂપમાં તમારી ઈજ્જત કરે છે : “આ મહાનુભાવ જૈનધર્મના પાકા અનુયાયી છે. તે કદી પરસ્ત્રી સામે આંખ ઉઠાવીને જોતા નથી. પરસ્ત્રીને બહેન યા માતા સમાન જ જુએ છે - એવો જ પવિત્ર વ્યવહાર કરે છે. ગમે તેવી રૂપવાન કન્યા હોય તો પણ તેને પોતાની પુત્રીની સમાન જુએ છે.
તમારે માટે લોકો આવી વાતો કરતા હોય તો સમજવું કે તમે પરિશુદ્ધ શીલનું પાલન કરો છો. પરંતુ દંભ ન કરવો. દેખાવ માત્ર ન હોવો જોઈએ. દંભનો પડદો એક દિવસે તુટી જશે. ત્યારે તમારી નિંદા તો થશે જ, જિનશાસનની પણ નિંદા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org