Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 244
________________ ૨૩૮ સંઘયાત્રાથી જનતા પ્રભાવિત થવી જોઈએ : સંઘ કાઢનાર સંઘપતિ ઉદાર પ્રકૃતિનો હોવો જોઈએ. જે જે ગામ-નગરોમાંથી સંઘ પસાર થાય તે તે ગામ-નગરમાં : - દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવો જોઈએ. ગરીબ પ્રજાને અનુકંપા-દાન આપવું જોઈએ. વસ્ત્ર-ભોજન વગેરે આપવાં જોઈએ. હૉસ્પિટલોમાં-શાળાઓમાં-પાંજરાપોળોમાં યથોચિત અર્થદાન પણ આપવું જોઈએ. દાનથી જ સામાન્ય પ્રજા પ્રભાવિત થાય છે અને પ્રશંસક બને છે. એટલા માટે સંઘપતિને પહેલેથી જ માર્ગદર્શન આપી દેવું જોઈએ. રસ્તાનાં ગામોમાં કોઈ સાર્વજનિક પરોપકારનું કામ આવે તો સંઘપતિ સારું દાન આપીને જનતાને આનંદિત કરી દે ! સંઘપતિ જેવો ઉદાર હોય તેવો શાન્ત સ્વભાવનો હોવો જોઈએ. પ્રસન્નચિત્ત અને પ્રસન્નવદન હોવો જોઈએ. સંઘના બધા લોકોનો ખ્યાલ રાખનાર હોવો જોઈએ. . શ્રાવકજીવન જે જે ગામમાં સંઘ જાય, એ ગામમાં જિનમંદિર હોય તો પૂજા વગેરેનું આયોજન કરવું જોઈએ. બીજાં અજૈન મંદિરોમાં પણ શ્રીફળ વગેરે પૂજાપો મોકલવો જોઈએ. અન્ય દેવ-દેવીઓનો પણ અનાદર ન કરવો જોઈએ. આશાતના ન ક૨વી જોઈએ. તીર્થમાં પહોંચ્યા પછી ઃ તીર્થમાં મોટા આડંબર સાથે - ધામધૂમથી સંઘનો પ્રવેશ મહોત્સવ થવો જોઈએ. તીર્થમાળા પહેરવાનું આયોજન હોવું જોઈએ. સ્વામિવાત્સલ્ય થવું જોઈએ. ગરીબોને અનુકંપા-દાન આપવું જોઈએ. તીર્થક્ષેત્રમાં - જે જે ક્ષેત્રમાં પૈસાની કમી હોય, તે તે ક્ષેત્રને સમૃદ્ધ કરવું જોઈએ. તીર્થપતિ પરમાત્માની ભક્તિનું, પૂજનનું ભવ્ય આયોજન હોવું જોઈએ. દર્શનપૂજન-સ્તવન અને ગીતનૃત્ય કરતાં ભક્તિભાવથી વિભોર થઈ જવું જોઈએ. તીર્થક્ષેત્રમાં જૈન લોકો વસતા હોય તો તેમને પણ ઉચિત સહાય કરવી જોઈએ. દુઃખી પરિવારોનાં દુઃખ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ બધું કરવાથી જ જિનશાસનની ઉન્નતિ થાય છે. આપણા હૃદયમાં પણ જિનશાસન પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ઊભરાય છે. પૂર્વ મહાપુરુષોને યાદ કરો : જ્યારે જ્યારે તીર્થયાત્રાનું - યાત્રાસંઘનું આયોજન થાય ત્યારે જૈન ઇતિહાસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286