________________
ભાગ - ૨
૨૩૭ થશે.
લગભગ તમામ ધર્મોને પોતપોતાનાં તીર્થ છે. જૈનોનાં છે, હિન્દુઓનાં છે, શીખોનાં છે, બૌદ્ધોનાં અને મુસલમાનોનાં પણ તીર્થો છે. ભારતમાં છે તેવાં તીર્થો બીજા દેશોમાં પણ છે. તીર્થની સંસ્કૃતિ ભગવાન આદિનાથ જેટલી પ્રાચીન છે.
આમ તો શાશ્વત તીર્થ અને અશાશ્વત તીર્થ એમ તીર્થના બે પ્રકારો છે. શત્રુંજય તીર્થ શાશ્વત તીર્થ છે. શત્રુંજયનો પર્વત અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી અસ્તિત્વ ધરાવશે. કેટલાંક તીર્થ બને છે અને નષ્ટ થાય છે. તેવાં તીર્થો અશાશ્વત તીર્થો કહેવાય છે. યાત્રા કરવાની રીત:
આવાં કલ્યાણકારી પવિત્ર તીર્થોની યાત્રા કેવી રીતે કરવી જોઈએ, પહેલાં તે રીત બતાવું છું. પછી તમે લોકો કેવી કેવી ભૂલો કરો છો તે બતાવીશ, કારણ કે તમે લોકો તીર્થયાત્રા માત્ર તમારે માટે જ કરો છો. જિનશાસનની ઉન્નતિનું લક્ષ્ય ચૂકી ગયા છો; એવું થઈ ગયું છે.
પ્રથમ વાત છે યાત્રાની. તીર્થયાત્રામાં પગથાળા-પગે ચાલીને જવું જોઈએ. કોઈ વાહનમાં બેસીને ન જવું જોઈએ. શારીરિક અસ્વસ્થતાને કારણે વાહનનો ઉપયોગ કરવો પડે તે અપવાદમાર્ગ છે. ચતુર્વિધ સંઘ સાથે મળીને યાત્રા કરો. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા - આ ચતુર્વિધ સંઘ છે. સૌએ ચાલીને તીર્થયાત્રાએ જવાનું છે.
જ્યાંથી સંઘ પ્રયાણ કરે ત્યાંથી નીચેના નિયમોનું પાલન કરવાનું હોય છે? - પ્રતિદિન એક જ વાર ભોજન કરવાનું હોય છે. એટલે કે એકાસણું યા
આયંબિલ. - બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. – વનસ્પતિ વગેરે સચિત્ત વસ્તુઓ ખાવાની નથી. - પલંગ-ગાદી ઉપર શયન કરવાનું નથી. - સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગ શાસનના સાધુપુરુષ અને સર્વજ્ઞના ધર્મ ઉપર પૂણી શ્રદ્ધા-વિશ્વાસ ધારણ કરવાનો હોય છે.
જ્યાં સુધી યાત્રા પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવાનું હોય છે. ભોજનસંબંધી એટલો સખત નિયમ નથી. શારીરિક કારણથી બે વાર ભોજન કરવું પડે તો બે વાર કરવું; પરંતુ ગુરુદેવને પૂછીને કરવું, એમની અનુમતિ મેળવીને કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org