________________
૧૬૪
શ્રાવકજીવન સભામાંથી ? વારંવાર યાદ કરવા છતાં કેટલાક ટ્રસ્ટીઓ વાત ધ્યાનમાં લેતા જ નથી, ત્યારે આક્રોશ-ક્રોધ થઈ જાય છે. ગુસ્સો આવે છે.
મહારાજશ્રી : એવા ટ્રસ્ટીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરો. જો શક્તિ હોય તો એવા ટ્રસ્ટીઓને દૂર કરવા પ્રયત્ન કરો. દુભવથી નહીં, પરંતુ મંદિરના હિતની દ્રષ્ટિએ કાર્ય કરો. એક વાત યાદ રાખો, બીજાંને સુધારવાની પ્રવૃત્તિમાં આપણું મન ન બગડે તે જોવું જોઈએ. આપણા મનમાં દ્વેષભાવ પેદા થવો ન જોઈએ.
જ્યાં સુધી દેરાસરની વાત છે, મંદિરોની વાત છે તો મંદિર બનાવવું સરળ છે. તેને નભાવવું. વ્યવસ્થાને સુંદર રીતે ટકાવી રાખવી ખૂબ મુશ્કેલ છે. સારા, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ પુરુષોનો આજે દુકાળ વયિ છે. આવી પરિસ્થિતિમાં મંદિરો અંગે ગંભીરતાથી વિચારવું અનિવાર્ય થઈ ગયું છે. પ્રમુખ બનવું, ટ્રસ્ટી બનવું. સેક્રેટરી બનવું સરળ છે, પણ પોતાના પદનાં કર્તવ્યો નભાવવાં સરળ કામ નથી. મુશ્કેલ કામ છે. દેરાસરના ટ્રસ્ટી કેવા હોવા જોઈએ : આ પહેલાં તો એ બધા ટ્રસ્ટીઓને પ્રમુખને જૈન દેરાસરના વિષયમાં શાસ્ત્રીય જ્ઞાન હોવું જોઈએ. દ્રવ્ય વ્યવસ્થાનું પણ જ્ઞાન હોવું જોઇએ. - દેરાસરમાં કેવી કેવી આશાતનાઓ ના થવી જોઈએ. – દેરાસરમાં કેવાં વસ્ત્રો પહેરીને જવું જોઈએ. - દેરાસરમાં કેવી વસ્તુઓ ન લઈ જવી જોઈએ. - દેરાસરમાં કઈ ધાતુનાં વાસણો કામમાં આવે છે, કઈ ધાતુનાં કામમાં આવતાં
નથી.
- દેરાસર કયારે ખૂલવું જોઈએ. કયારે બંધ થવું જોઈએ. - પ્રતિમાજીની પૂજા કેવાં દ્રવ્યોથી થવી જોઈએ. - મંદિરની શોભા કેવી રીતે વધારવી જોઈએ, વગેરે. – દરેક પદાધિકારી દરરોજ મંદિરમાં આવતો હોવો જોઈએ અને પરમાત્માની પૂજા
કરનારો હોવો જોઈએ. - પદાધિકારી દેશવિરુદ્ધ કાર્ય કરનારો ન હોવો જોઈએ. - પદાધિકારી શરાબી અને જુગારી ન હોવો જોઈએ. - પદાધિકારી સદાચારી અને સચ્ચરિત્રી હોવો જોઈએ. – દેવગુરુ પ્રત્યે આદર-બહુમાનવાળો પદાધિકારી હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org