________________
ભાગ - ૨
૧૯૯ પહેરવા આપે છે ને ?" બાળકો એક જ ઉત્તર આપતાં હતાં - "અમારી માં ખૂબ સારી છે. અમને ખૂબ પ્યાર કરે છે. અમારી સારી સંભાળ રાખે છે.”
બાળકોના પિતાએ એક દિવસે કહ્યું: "મહારાજસાહેબ, મારા માથા ઉપરથી હિમાલય જેવડો ભાર ઊતરી ગયો. બીજું લગ્ન કરતા તો કરી લીધું પણ બાળકોની ચિંતા મને સતાવતી હતી, પરંતુ આ સ્ત્રીએ અદ્દભુત કર્યું. બાળકો પોતાની જન્મ આપનારી માતાને ભૂલી ગયાં છે! એટલો પ્યાર એમને સાવકી માતા તરફથી મળે છે. શું એ બાળકોનો પુણ્યોદય કે મારો પુણ્યોદય ?"
મેં કહ્યું: ‘તમારી બીજી પત્નીની ન્યાયપૂર્ણ વ્યાવહારિકતાનો આ પ્રભાવ છે. એની સાચી ધાર્મિકતાનું આ ફળ છે. તમારો અને બાળકોનો પુણ્યોદય તો છે જ, કારણ કે તમને આવી વ્યવહારદક્ષ પત્ની મળી અને બાળકોને પ્યારભરી માતા
મળી.”
- એ પુરુષે કહ્યું : “અમારાં સગાંસંબંધી અને મિત્રમંડળ, આસપાસના લોકો - બધા આ સ્ત્રીની પ્રશંસા કરે છે.” એ તો એક જ વાત કરે છે : “આ બધું મારા જિનધર્મનો પ્રતાપ છે. મને આ ધર્મ ન મળ્યો હોત તો હું પણ બીજી સાવકી માતાઓ જેવી જ હોત.'
જિનશાસનની પ્રશંસા આ રીતે થાય છે. લોકોના દયમાં જિનધર્મની સ્થાપના આ રીતે થાય છે. ન્યાયપૂર્ણ વ્યવહારનું પાલન ખૂબ આવશ્યક છે. એનાથી તમારી યશ-કીતિ વધશે જ. જિનશાસનની પણ અપૂર્ણ પ્રશંસા થતી રહેશે. હા, તમને પોતાને સ્વયંની યશ-કીર્તિની ચાહના ન હોય તો જુદી વાત છે. જિનશાસનની કીતિ વધારવા માટે તમારે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો આવશ્યક છે. એનાથી તમારું પારિવારિક જીવન સુધરી જશે. પરિવારનો પરસ્પર પ્રેમ વધશે અને ધર્મપુરુષાર્થમાં પણ પ્રગતિ થશે. રાજ્યની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર :
જેવી રીતે તમારે ઘરમાં રહેવાનું છે તેમ સમાજમાં પણ રહેવાનું છે. એ રીતે રાજ્યમાં પણ રહેવાનું છે. વ્યવહાર સૌની સાથે કરવો જ પડે છે. રાજ્યની સાથે પણ વ્યવહાર કરવો પડે છે. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. રાજ્યની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર રાખવાથી તમે નિર્ભયતાથી, નિશ્ચિતતાથી જીવી શકો છો.
અમદાવાદમાં એક રાજસ્થાની વેપારી પેઢી હતી. કદાચ આજે પણ છે. મેં સાંભળ્યું હતું કે ઈન્કમટેક્ષવાળા એ પેઢીનો હિસાબ જોતા ન હતા. એ પેઢી ન્યાયપૂર્વક ટેક્ષ ભરી દેતી હતી. કોઈ કોઈ વાર તો ચાર-પાંચ લાખ રૂપિયા ટેક્ષના ભરતી હતી. સરકારમાં પણ એ પેઢીની ઈજ્જત હતી. આજે શું સ્થિતિ છે એ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org