________________
૨૧૦
શ્રાવકજીવન
જોડતા કે નથી શબ્દોની મર્યાદા સમજતા. આ અવિનય છે. પ્રશ્ન પણ વિષયને અનુરૂપ પૂછવો જોઈએ. જે વિષય ઉપર પ્રવચન ચાલતું હોય એ વિષયમાં જ પ્રશ્નો પૂછવા જોઈએ.
કેટલાક લોકો અમારી પાસે આવે છે. તેમને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય છે. અમે સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હોઈએ અથવા કોઈ વ્યક્તિની સાથે વાર્તાલાપ કરતા હોઈએ, તેઓ રજા લીધા વગર જ પ્રશ્ન પૂછે છે. સ્વાધ્યાયમાં ખલેલ પડે છે. વાર્તાલાપમાં વિક્ષેપ પડે છે. આ અવિનય છે. કોઈ અજૈન વિદ્વાન બેઠા હોય, અધિકારી બેઠા હોય, તેમની ઉપર ખોટી અસર ઊભી થાય છે :
"જૈનોમાં વિનય-વિવેક નથી હોતો કે શું ?” જો કે તેઓ મૌન રહે છે, પરંતુ ખોટી છાપ લઈને જાય છે.
કોઈ કોઈ વ્યક્તિઓને એવી ખરાબ ટેવો હોય છે કે અમે કોઈની સાથે વાત કરતા હોઈએ તો વગર પૂછ્યું જ વચમાં ટપકી પડે છે. પોતાનો અભિપ્રાય આપે છે. જે વાતમાં તમારે કંઈ લેવા-દેવા ન હોય, એમાં તમારે ન બોલવું જોઈએ.
તમે અમારી સાથે બેઠા છો. એક વ્યક્તિ આવીને મને કંઈક પૂછે છે. હું જવાબ આપું તે પહેલાં તમે જ જવાબ આપવા માંડો છો ! તે પૂછે છે મને અને જવાબ આપો છો તમે ! આ અવિનય છે. પ્રશ્ન પૂછનાર નારાજ થઈ જાય છે. કોઈ કોઈ વાર તો અપમાન કરી બેસે છે. "હું તમને નથી પૂછતો, તમે ન બોલો, મહારાજસાહેબને જવાબ આપવા દો.” અવિનયનું પરિણામ કોઈ વા૨ અપમાનમાં પણ આવે છે !
મંદિરમાં તો આનાથી ય વધારે અવિનય તમે લોકો કરો છો.
મૂળ ગભારામાં પરમાત્માની પૂજા કરતાં કરતાં તમે પરસ્પર વાતો કરો છો ને ? અભિષેક કરતી વખતે અંગ લૂછતાં દુનિયાભરની વાતો કરો છો ને ? આ પરમાત્માનો અવિનય છે.
મૂળ ગભારામાં ઝઘડા પણ કરો છો ને ? મંદિરના કોઈ પણ ભાગમાં ઝઘડા કરવા એ અવિનય છે.
જ્યારે એક વ્યક્તિ એક પ્રતિમાની પૂજા કરતી હોય ત્યારે બીજી વ્યક્તિએ એ સમયે એ જ પ્રતિમાની પૂજા ન કરવી જોઈએ. ક્રમશઃ પૂજા કરવી જોઈએ. કોઈ સાધુપુરુષ પરમાત્માની સામે દર્શન-ચૈત્યવંદના કરતા હોય એ સમયે વચમાંથી પસાર ન થવું જોઈએ અને જોરશોરથી બોલવું ન જોઈએ. તમારામાં મોટે ભાગે આ વિનય દેખાતો નથી. કેટલીક સ્ત્રીઓને તો સાધુપુરુષ દેખાતા જ નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org