________________
શ્રાવકજીવન
૧૬૨ . પડે છે ને ? છોકરાને પણ નુકસાન થાય છે.
એટલા માટે ગ્રંથકાર કહે છે: "કરેલાં અને નહીં કરેલાં કાર્યોની પ્રત્યુપેક્ષા કર્યા કરો! વિશેષ રૂપે તો દેવકાર્ય અને ગુરુકાર્યના વિષયમાં પ્રત્યુપેક્ષા કરો. જો ઘરનાં કાર્યોમાં પ્રત્યુપેક્ષા કરવાની આદત હશે તો દેવકાર્ય તથા ગુરુકાર્યમાં પ્રત્યુપેક્ષા કરશો જ. હા, દેવ-ગુરુના પ્રત્યે તમારા દ્ધયમાં શ્રદ્ધા અને ભક્તિ હશે, બહુમાન હશે, પ્રેમ હશે તો અવશ્ય પ્રત્યુપેક્ષા કરશો. ઉપેક્ષા નહીં કરો. દેવકાર્ય અને ગુરુકાય કરવાથી તમારી મન-વચન અને કાયાની શક્તિ સફળ થશે. કૃતાર્થ થશે. ઉપેક્ષા નહીં પ્રત્યુપેક્ષા કરો:
શુભ કાર્યોની કદી ઉપેક્ષા ન કરો. પોતાનાં કર્તવ્યો પ્રત્યે જાગ્રત રહો. વિશેષ રૂપે તમારી જે કાર્યમાં જવાબદારી હોય, એ કાર્યમાં કદીય ઉપેક્ષા ન કરો. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સમજાવું છું.
માની લો કે તમે એક દેરાસરના કાર્યવાહક ટ્રસ્ટી છો. દેરાસરનાં જેટલાં કાર્યો હોય તેમાંથી તમારે જે જે કાર્યો જોવાનાં હોય તેનું તમે લિસ્ટ તૈયાર કરો. - તમારે પૂજારીનું કામ જોવાનું છે, પૂજારી કામ બરાબર કરે છે કે નહીં તે તમારે
જોવાનું છે. - દેરાસરમાં કેસર, ચંદન, ધૂપ વગેરે સામગ્રી સ્ટોકમાં છે કે નહીં, તે તમારે જોવાનું
- દેરાસરમાં કોઈ મરામતનું કામ છે કે નહીં, તે તમારે જોવાનું છે. - દેરાસર સ્વચ્છ છે કે નહીં તે પણ જોવાનું છે. – દેરાસરમાં જેટલી પ્રતિમાઓ છે તે દરેક પ્રતિમાને જોવાની છે. - કોઈ પ્રતિમા ખંડિત તો નથી થઈ ને ? - કોઈ પ્રતિમાનાં ચક્ષુ ચાલી ગયા નથી ને? – કોઈ પ્રતિમા ઉપર કાળા, પીળા, લાલ દાગ તો નથી પડ્યા ને ? – કોઈ પ્રતિમાની ચોરી તો નથી થઈ ગઈ ને ?
આ બધું જોઈને જે કંઈ કરવાનું છે, તે તમારે વિલંબ વગર કરવાનું છે. આજે કેટલાં કામ કર્યા અને કેટલાં કરવાના બાકી રહ્યાં તે અંગે ગંભીરતાથી વિચારો.
– મંદિરનો હિસાબ-કિતાબ જોવાની તમારી જવાબદારી છે, તો તમે અવશ્ય જોઈ લો. દરરોજ જુઓ. દરરોજ ન જોઈ શકો તો સપ્તાહમાં એક વાર જુઓ. મુનિમ પર પૂર્ણ વિશ્વાસ ન રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org