________________
૧૬૦
ગૃહકાર્યોમાં પણ આ ગુણ આવશ્યક :
જો તમે તમારા ગૃહકાર્યોમાં સફળતા અને પ્રશંસા પામવા ઇચ્છતા હો તો તમે આ ગુણને સિદ્ધ કરો. જેમ કે તમારે આજે ચાર કામ કરવાનાં છે ૧. એક દદીમિત્રને હૉસ્પિટલમાં મળવા જવાનું છે.
૨. ઘર માટે ઘી, તેલ, અનાજ લાવવાનાં છે.
શ્રાવકજીવન
૩. બેંકમાં જવાનું છે. કેટલાક પૈસા બેંકમાંથી ઉપાડવાના છે. ૪. એક વેપારી પાસેથી રૂપિયા લેવાના છે.
સર્વ પ્રથમ તમારે આ ચારેય કામ યાદ કરી લેવાં જોઈએ. જો ડાયરી રાખતા હો તો ડાયરીમાં લખી લેવાં જોઈએ. કામ પતાવીને જ્યારે ઘેર પાછા ફરો તો તમારે વિચારવું જોઈએ, ડાય૨ી ઉઘાડીને જોવું જોઈએ કે તમારે જે જે કાર્યો કરવાનાં હતાં તે કરી લીધાં છે કે કેમ ? કોઈ કામ રહી ગયું હોય, ભૂલી ગયા હો, તો તે કામ પૂર્ણ કરીને તમે ઘેર પાછા ફરો. યાદ હોય છતાં પણ સંજોગવસાત્ કાર્ય ન થઈ શક્યું હોય તો ઘેર આવ્યા પછી ઘરવાળાંના મનનું સમાધાન કરી શકો છો.
સભામાંથી : સમાધાન તો જૂઠું બોલીને પણ કરી દઈએ છીએ !
મહારાજશ્રી ઃ જે દિવસે તમારું જૂઠ પકડાઈ ગયું તે દિવસે શું થશે ? ઝઘડો તો થશે જ. સાથે સાથે તમે વિશ્વાસપાત્રતા પણ ખોઈ બેસશો. આ ઘણું મોટું નુકસાન છે. તમારા ઉ૫૨ તમારા ઘરવાળાઓનો વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે જૂઠું ન બોલવું. કહી દેવું કે "આ કામ કરવું હું ભૂલી ગયો છું.” અથવા “પ્રયત્ન કરવા છતાં કાર્ય થઈ શક્યું નથી.”
કેટલાક લોકો તો એવા ભૂલકણા હોય છે કે એક કામ પણ યાદ રહેતું નથી, ભૂલી જાય છે ! અને પ્રાયઃ આવા લોકો પોતાના ઘરમાં અપ્રિય બને છે. પરસ્પર સંબંધો બગડે છે.
કેટલાંક વર્ષો પૂર્વે અમેરિકન ગેજેટમાં એક ઘટના વાંચી હતી. એક યુવકનું લગ્ન થયું, લગ્નના બીજા દિવસે યુવકે ઑફિસ જતી વખતે પોતાની પત્નીને પૂછ્યું : "બજારમાંથી તારા માટે કંઈ લાવવાનું છે ?” પત્નીએ કહ્યું : “હા, લાવવાનું છે. બિસ્કિટનું એક મોટું પેકેટ લેતા આવજો." યુવકે કહ્યું : "સારુ, આવતી વખતે લેતો
આવીશ.”
યુવક ઑફિસે ગયો. પાછા ફરતી વખતે તેણે વિચાર્યું નહીં કે "મારે ઘેર શું લઈ જવાનું છે.” જ્યારે તે શેરીમાં પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે "બિસ્કિટનું એક મોટું પેકેટ લઈ જવાનું છે !” તે પાસેના એક નાના સ્ટોરમાં ગયો. ત્યાં બિસ્કિટનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org