________________
પ્રવચન : ૩
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે.
એ દિનચર્યામાં વિદ્વાન સદ્ગુરુના મુખેથી જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે, એમ બતાવ્યું છે.
જિનવચનોનું શ્રવણ કરતી વખતે જે તત્ત્વ તમને અતિગૂઢ, ગહન અને ગંભીર લાગે - જેનો અર્થ તમને ન સમજાય, તો તમે વિનયથી ગુરુદેવને પ્રશ્ન કરો અને અર્થ-ભાવાર્થ સમજવાનો પ્રયાસ કરજો.
અનિર્ણય થઈ ગયા પછી તમે એ અનિર્ણયનું ‘અવધારણ’ કરી લેજો. બહુશ્રુત ગુરુ મળવા જ મુશ્કેલ છે. જો મળી ગયા અને તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું તો એ સમાધાનને "સ્મૃતિ"માં સંઘરી રાખશો. એ સમાધાનને ભૂલતા નહીં ! જીવનપર્યન્ત ભૂલતા નહીં.
:
એટલા માટે ગ્રંથકાર કહે છે ઃ નિર્ણયાવધારળમ્ ॥૬૦ના ભૂલવાનાં કારણો - નિવારણના ઉપાયો ઃ
જે વિષયમાં મનુષ્યની અભિરુચિ હોય છે, જરૂર હોય છે, તે વિષયને માણસ ભૂલતો નથી. જો તમને તત્ત્વજ્ઞાનમાં અભિરુચિ હશે તો તમે તત્ત્વજ્ઞાનને ભૂલી નહીં શકો, પરંતુ તત્ત્વનિર્ણય સાંભળતી વખતે જો તમારું મન ચંચળ હશે, ચિત્ત સાવધાન નહીં હોય તો તમે એ તત્ત્વનિર્ણયને ભૂલી જશો !
-
ગહન અને ગંભીર વિષય સાંભળતી વખતે તમારું મન વિકલ્પરહિત હોવું જોઈએ. મન ઉપર વિકલ્પોનો ભાર ન હોવો જોઈએ. ચિત્ત ચિંતાગ્રસ્ત ન હોવું જોઈએ. ચિંતાગ્રસ્ત ચિત્તથી જે કંઈ સાંભળશો તે તમે ભૂલી જશો. ચિંતાઓ અને ફાલતું વિકલ્પોથી સ્મૃતિ-શક્તિનો નાશ-હ્રાસ થાય છે; એટલે કે સ્મૃતિ-શક્તિ ક્રમશઃ ઘટતી જાય છે. સાંભળ્યા પછી પૂછવામાં આવે કે "તમે શું સાંભળ્યું ?” ”કયા તત્ત્વની ચર્ચા તમે સાંભળી ?” નહીં બતાવી શકો ! કારણ કે વિકલ્પરહિત મનથી સાંભળ્યું નથી. સાંભળતી વખતે અન્ય અનેક વિચારોમાં મન ગૂંચવાયેલું હોય છે. તત્ત્વજ્ઞાન ગ્રહણ કરતી વખતે :
સ્થિર આસને બેસો.
તમારી દૃષ્ટિ ગુરુદેવ ઉપર સ્થિર કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org