________________
૧૫૦
શ્રાવકજીવન
એકાગ્રતા રાખવાથી તત્ત્વજ્ઞાનનું સમ્યક્ અવતરણ થઈ શકે છે. ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે કે ‘નિર્ણયાવધારળમ્’ - આ સૂત્રનો અર્થ આટલો જ છે. ઉપાશ્રયમાં કર્તવ્યપાલન :
તમે દ૨૨ોજ ઉપાશ્રયે જાઓ છો, સાધુપુરુષોને વંદન કરો છો, તેમની પાસેથી સમ્યગ્ જ્ઞાન પામો છો, જિનવચનોનું શ્રવણ કરો છો - સારું છે. આ બધું કરવું જ જોઈએ. પરંતુ આથી કંઈક વધારે કર્તવ્યોનું પાલન કરવા માટે ગ્રંથકારે કહ્યું છે } ग्लानादिकार्याभियोगः ॥६२॥
ઉપાશ્રયમાં જઈને તમારે જોવાનું છે કે
:
* કોણ બીમાર છે ?
* કોણ બાલ મુનિ છે ?
* કોણ વૃદ્ધ મુનિ છે ?
* કોણ કોણ મુનિ અધ્યયનમાં નિમગ્ન છે ?
* આજે કયા મુનિ અભ્યાગત છે ? કયા મુનિ બહારથી પધાર્યા છે ? આ સર્વ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અને એ સર્વે પ્રત્યે તમારું જે કર્તવ્ય છે, તે કર્તવ્યમાં પ્રમાદ કરવાનો નથી. ઉલ્લાસથી કર્તવ્ય બજાવવાનું છે. ગ્લાન મુનિની સેવા
જો કોઈ મુનિ ગ્લાન હોય, બીમાર હોય-રોગી હોય અને એને ઔષધની જરૂર છે, તો તમે ઔષધ લાવીને આપજો. કદાચ ડૉકટરની જરૂર હોય તો ડૉકટરને બોલાવી લાવજો. રાત્રે બીમારનો ખ્યાલ કરનાર કોઈ ન હોય તો તમે મુનિ પાસે રહો અને તેમની સેવા કરો.
સભામાંથી : અમે લોકો તો અમારા પરિવારોમાં અમારાં માતા-પિતાની અને બાળબચ્ચાંની સેવા પણ કરતા નથી, ભલે તે બીમાર હોય ! સેવા કરવાનો ભાવ જ જાગતો નથી.
મહારાજશ્રી ; એ તમારે તમારું દુર્ભાગ્ય સમજવું જોઈએ. બીમારની સેવા કરવાની ભાવના ન જાગતી હોય તો એ તમારું મોટું દુર્ભાગ્ય છે. બીમાર માતાપિતાની સેવા કરતા નથી, તો માનવતા ક્યાં રહી ? માનવતા નહીં હોય તો ધાર્મિકતા ક્યાંથી આવશે ? જીવનમાં માનવતા નહીં હોય તો ધાર્મિકતા પણ ન જ હોઈ શકે. માનવતારહિત મનુષ્ય ધાર્મિક ક્રિયાઓ કરતો હોય છતાં, ધાર્મિકતાનો ભાવ એનામાં પેદા થઈ જ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org