________________
૧૪૪
શ્રાવકજીવન કેશીકુમારે પૂછ્યું: ‘હે ગૌતમ, હૃયની અંદર ઊગેલી લતા એ સ્થાને જ ટકે છે. એ લતાનું ફળ વિષમય છે. તેનું પરિણામ અતિ દારુણ હોય છે. આપે એ લતાનું કેવી રીતે ઉમૂલન કરી દીધું ?'
ગૌતમ સ્વામીએ કહ્યું: “મેં એ લતાનું સર્વ પ્રકારે ઉચ્છેદન કર્યું. ટુકડેટુકડા કરીને તેને ઊખાડીને ફેંકી દીધી. આથી હું ન્યાયપૂર્વક વિચરું છું અને એ લતાનાં વિષયુક્તઝેરી ફળોના ભક્ષણથી મુક્ત થઈ ગયો છું.”
કેશીકુમારે પૂછ્યું: “એ લતા કઈ છે ?'
ગૌતમ સ્વામીએ કહ્યું: “હે મહામુનિ, એ તૃષ્ણારૂપ લતા છે. તે અતિ ભયાનક છે અને ભયાનક ફળ આપનારી છે. એ લતાનો ઉચ્છેદ કરીને હું વિચરું છું.”
કેશીકુમારે પૂછ્યું: ‘શરીરમાં ઘોર અને પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. જે અગ્નિ શરીરને ભસ્મ કરનારો છે, એ અગ્નિને આપે કેવી રીતે બુઝાવ્યો ?”
ગૌતમ સ્વામીએ કહ્યું: “મહામેઘનું ઉત્તમ અને પવિત્ર જળ ગ્રહણ કરીને એ અગ્નિ ઉપર સિંચ્યું, આથી અગ્નિ મને બાળતો નથી.' કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એ અગ્નિ કયો છે?
ગૌતમ સ્વામીએ કહ્યું : “મુનીશ્વર, એ અગ્નિ કષાયનો છે. શ્રત, શીલ અને તપ-જળ છે. એ જળથી હું નિરંતર કષાયાગ્નિને સિંચતો રહું છું. આથી તે અગ્નિ શાન્ત બની ગયો છે. એ મને બાળતો નથી !'
કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એક દુષ્ટ અને સાહસિક અશ્વ ચારેકોર ભાગી રહ્યો છે. આપ એ અશ્વ ઉપર આરુઢ છો, છતાં પણ એ અશ્વ આપને ઉન્માર્ગે લઈ જતો નથી, એ કેવી રીતે ?'
ગૌતમ સ્વામીએ કહ્યું : “ભગવદ્ ભાગતા એ દુષ્ટ અશ્વને પકડીને હું શ્રુતજ્ઞાનની દોરીથી બાંધીને રાખું છું. એટલે મારો અશ્વ ઉન્માર્ગે જતો નથી, પરંતુ સન્માર્ગે જ ચાલે છે.'
કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એ અશ્વ કોણ છે?
ગૌતમ સ્વામીએ કહ્યું: ‘એ દુષ્ટ અને રૌદ્ર અશ્વ છે - મન! મન ચારેકોર ભાગે છે. ધર્મશિક્ષા દ્વારા હું એનો નિગ્રહ કરું છું.'
કેશીકુમારે પૂછ્યું: “હે ગૌતમ, સંસારમાં એવા અનેક ઉન્માર્ગો છે, જેના ઉપર ચાલવાથી સન્માર્ગ છૂટી જાય છે. આપ સન્માર્ગે ચાલતાં માર્ગભ્રષ્ટ કેમ નથી થતા ?'
ગૌતમ સ્વામીએ કહ્યું હે મુનિવર, જે સન્માર્ગ ઉપરથી પસાર થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org