________________
ભાગ ૨
હવે, સમવસરણમાં કોણ ક્યાં બેઠુ છે, ધ્યાનથી જુઓ :
અગ્નિકોણમાં જુઓ ત્યાં ગણધર ભગવંત બેઠા છે. મુનિવૃંદ બેઠું છે. દેવીઓ અને સાધ્વીવૃંદ ઊભાં છે.
-
-
–
=
હવે છે નૈઋત્યકોણ. ત્યાં જે છે તે બધા દેવો છે. વાણવ્યંતર દેવ, ભવનપતિ દેવ અને જ્યોતિષદેવ છે.
ઈશાન ખૂણામાં જે તેજસ્વી દેવો દેખાય છે તે વૈમાનિક દેવો છે અને મનુષ્યો છે.....સ્ત્રીઓ છે.
હવે તમારી દૃષ્ટિ અરિહંત પરમાત્મા તરફ કેન્દ્રિત કરો ઃ
જુઓ ! ૫૨માત્મા અશોકવૃક્ષની નીચે, ત્રણ છત્રોની નીચે રત્નસિંહાસન ઉપર બેઠા છે અને સમગ્ર શ્રોતાગણ એમના ચરણકમળમાં નતમસ્તક છે, પરમાત્માનું શરીર બાર બાર સૂર્યના તેજપુંજ જ જોઈ લો ! કેવું દેદીપ્યમાન છે !!
૩૩
બીજા વલયમાં પરસ્પર વેરભાવ ભૂલીને પશુઓ કેવાં શાન્તિથી બેઠાં છે ! આ જ પરમાત્માનો પ્રભાવ છે કે તેમના સાન્નિધ્યમાં જીવો સહજતાથી વેરભાવ ભૂલી જાય છે.
દેવ અને દેવેન્દ્રોના રૂપ કરતાં પણ પરમાત્માનું રૂપ ચડિયાતું છે. પરમાત્મા જીવોના મોહવૃક્ષનું ઉન્મૂલન કર્મનારા છે. પરમાત્મા રાગરૂપ મહારોગને મટાડનારા છે.
પરમાત્મા ક્રોધાગ્નિને શાંત કરનાર છે.
પરમાત્મા દ્વેષરૂપ વ્યાધિના ઔષધરૂપ છે. સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનારા છે.
ત્રણે ભુવનોના તેઓ ગુરુ છે. ત્રણે ભુવનોના મુગટ સમાન છે.
મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને, જીવોના સર્વ પાપોનો નાશ કરનારા છે. પરમાત્મા જીવોની સમસ્ત સંપત્તિના મૂળરૂપ છે. સર્વોત્તમ પુણ્યના ઉત્પાદક છે !
જે લોકો તેમનું ધ્યાન કરે છે, તેમને તેઓ મુક્ત કરી દે છે. મહાયોગી પુરુષોને આનંદિત કરે છે.
પરમાત્મા જન્મ, જરા, મૃત્યુથી મુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org