________________
ભાગ - ૨
૮૯ – મુંબઈના મારા એક પરિચિત ભાઈએ મને કહ્યું ”અમારી પાસે એક ગુજરાતી પરિવાર રહે છે. પરિવારમાં પાંચ વ્યક્તિો છે. દરરોજ તેઓ પૂજામાં પવિત્ર વસ્ત્રો ધારણ કરીને, પૂજાસામગ્રી લઈને દેરાસર જાય છે. હું દરરોજ એમને જોતો હતો. દેરાસરમાં પણ હું તેમને ચૈત્યવંદન કરતાં જોતો હતો.
મને પણ એવી ઈચ્છા થઈ. મેં ઘરમાં મારી પત્નીને, મારી બે છોકરીઓને અને એક પુત્રને મારી ઈચ્છા જણાવી. બધાં તૈયાર થઈ ગયાં. બીજે દિવસે અમે પણ સપરિવાર દેરાસર ગયાં. એ પરિવાર સાથે મળી ગયાં. સમૂહમાં પૂજા-ભક્તિ કરવામાં ખૂબ મજા આવી. આજે પણ અમે સૌ સાથે દેરાસર જઈએ છીએ !
સારાંખોટાં અનુકરણોનાં અનેક ઉદાહરણો આ સંસારમાં મળશે. એ દૃષ્ટિથી ગ્રંથકારે લખ્યું છે યથોવિ ચૈત્યગૃઢ મનમ્ | "યથોચિત” શબ્દના ટીકાકાર આચાદિવે એ તાત્પર્ય બતાવ્યું છે કે "જિનભવનમાં સમૂહમાં જતા થાઓ. તમે સમૂહમાં જશો તો બીજા લોકો તમારું અનુસરણ કરશે. એ અપેક્ષાએ સમૂહ-ગમન ઉચિત છે.”
સમૂહમાં-સમુદાયમાં જિનભવન જતી વખતે એક સાવધાની રાખવાની છે. રસ્તામાં જોરશોરથી વાતો નથી કરવાની. પરસ્પર લડવું-ઝઘડવું નહીં, હસવું નહીં તેમજ દોડવું પણ નહીં. નારા પણ લગાવવાના નથી. હા, આપણા લોકોમાં આદત છે, પાંચ-દશ ભેગા થઈ ગયા કે નારા લગાવવા શરૂ કરી દે છે. અજૈન પ્રજાની દ્રષ્ટિમાં એ સારું લાગતું નથી. ધર્મની પ્રભાવના થતી નથી, પરંતુ ધર્મનો ઉપહાસ થાય છે.
સમુદાયમાં જવાનું છે, શાન્તિથી જવાનું છે. મૌન રાખીને જવાનું છે. વિવેકથી ચાલવાનું છે અને મનમાં વિચાર પરમાત્માના રાખવાના છે. એવા વિચારો કરવા જોઈએ કે જિનભવનના દ્વારે પહોંચતાં તમારું હૃદય ભક્તિભાવથી છલકાઈ ઊઠે. પરમાત્માનાં દર્શન થતાં જ મનમયૂર નાચવા લાગી જાય !
જિનભવનમાં જઈને શોરબકોર કરવો ન જોઈએ. વિવેકથી, મધુર સ્વરે સ્તુતિપ્રાર્થના કરવી જોઈએ. સમુદાયમાં કરેલાં કમ સમુદાયમાં જ ભોગવાય છે?
વિશાળ સ્નેહીવર્ગ સાથે યા પોતાના કુટુંબ સાથે જિનભવન જવા માટે ગ્રંથકાર કેમ કહે છે? તેનું મુખ્ય કારણ આ છેઃ સમુદાયમાં જે પુણ્યકર્મ બંધાય છે, તે કર્મ સમુદાયમાં ભોગવાય છે ! એ રીતે સમુદાયમાં જે પાપકર્મ બંધાય છે, એ પાપકર્મોનું ફળ એ સમુદાયમાં ભોગવાય છે ! એટલા માટે જ્ઞાની પુરુષોએ સામુદાયિક પાપ ન કરવાનો આદેશ - ઉપદેશ આપ્યો છે અને સામુદાયિક રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org