________________
શ્રાવકજીવન
૧૦૦ જિનમંદિરમાં (ગૃહમંદિરમાં) જિનપૂજા કરીને પચ્ચષ્માણ કરે છે.
"ધર્મબિંદુ" અને "પંચાલક"માં આચાર્ય હરિભદ્રસૂરિજીએ સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન કેમ કર્યું નથી, એ પ્રશ્ન છે. પરંતુ ગ્રંથકારે “પ્રયત્નવૃત્તાવસ્થ” જે લખ્યું છે, તેમાં “આવશ્યક” શબ્દ છે. એ શબ્દથી “ષડાવશ્યક રૂપ પ્રતિક્રમણનો અર્થ નીકળી શકે છે. એટલે કે ટીકાકાર આચાર્યદવે ટીકામાં આ અર્થ કાઢ્યો નથી. ઠીક છે, પ્રતિક્રમણ કરવાનો નિષેધ કર્યો નથી તેથી એ કરવું જોઈએ. જિન ભવનમાં પ્રવેશ કરવાનો વિધિ :
આજે મારે તમને જિનભવનમાં પ્રવેશથી શરૂ કરીને સંપૂર્ણ પૂજાવિધિ બતાવવી છે. પરમાત્મપૂજન કરનારા તમે લોકો મોટે ભાગે પૂજાવિધિ જાણ્યા વગર ગતાનુગતિક ઢંગથી પૂજાવિધિ કરો છો. શું તમે કદી કોઈ જ્ઞાની પુરુષ પાસે બેસીને પૂજાવિધિ શરૂ કરી હતી ? નહીં ને? એટલે કેટલીક અવિધિઓએ વિધિનું રૂપ લઈ લીધું છે. આજે તમે સંપૂર્ણ પૂજાવિધિ સાંભળજો, ત્યારે તમને વિધિ-અવિધિનું જ્ઞાન થઈ જ જશે. * જિનમંદિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ પ્રકારના વિનય-વિવેકનું પાલન કરવું જોઈએ.
જો તમારી પાસે પરમાત્માને સમર્પણ કરવા માટે ફળ હોય તો તમે મંદિરમાં લઈ જઈ શકો છો, પરંતુ એ ફળ સિવાય અન્ય ફળ, તાંબુલ-મુખવાસ વગેરે લઈને મંદિરમાં ન જવું જોઈએ. જોડા મંદિરની બહાર રાખવા જોઈએ. પાસે કોઈ શસ્ત્ર હોય તો બહાર મૂકવું જોઈએ.
ઉચિત અલંકારો પહેરીને મંદિરમાં જઈ શકો છો. શરીર ઉપર બે વસ્ત્રો જોઈએ. એક અધોવસ્ત્ર, બીજું દુપટ્ટો. પરમાત્મપૂજાનો આ જ યુનિફોર્મ છે - ધોતી અને દુપટ્ટો. પાયજામો અને શર્ટ પહેરીને પૂજા ન કરવી જોઈએ. આ નિયમ પુરુષો માટે છે. મહિલાઓએ પોતાનાં શુદ્ધ પણ જેનાથી પોતાના શરીરની મર્યાદા જળવાય એવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.
પરમાત્માનાં દર્શન થતાં જ "નમો જિણાણ” બોલીને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને વંદન કરવું.
બીજ વિચારોને મનમાંથી કાઢી નાખીને, પરમાત્મામાં મનને જોડવું. એકાગ્ર કરવું. જો કે જ્યારથી ઘરમાંથી બહાર નીકળ્યા, ત્યારથી મનને પરમાત્મામાં જોડવાનું છે. બીજા વિચારોથી મનને મુક્ત રાખવાનું છેપાપના વિચારો તો કરવાના જ નથી. શુભ વિચારો પણ કરવાના નથી. માત્ર પરમાત્માના જ વિચારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org