________________
શ્રાવકજીવન
૧૨૦
બોલવાં. મનમાં આનંદિત થવું જોઈએ. - “તમને આ સૂત્રનો અર્થ યાદ નથી એવું ન બોલવું જોઈએ.
ગુરુના કથનનું ખંડન ન કરવું જોઈએ. ગુરુ સાથે વાત કરવા આવેલી વ્યક્તિ સાથે તમે વાત શરૂ ન કરો. તેને ગુરુ
સાથે જ વાત કરવા દો. વચ્ચે તમે બોલ બોલ ન કરો. - ગુરુને વિનયપૂર્વક ભિક્ષા માટે નિમંત્રિત કરો.
ગ્લાન-બિમાર સાધુની સમુચિત સેવા કરો. 1 કદી સાધુજનોની નિંદા ન કરવી. સાચા-ખોટાં કલંક ન લગાડો. અવર્ણવાદ ન
કરો.
આ રીતે તમારો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ, ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ. એનાથી તમે ગુરુકૃપાને પાત્ર બનો છો, તમારું હૃદય નિર્મળ રહે છે અને તમે વિવિધ સુખને પ્રાપ્ત કરશો. પ્રતિદિન ગુરુમુખથી જિનવચનો સાંભળોઃ
સદ્ગુરુની પાસે પચ્ચખ્ખાણ લીધા પછી તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવો જોઈએ. આ મૂળ - “ઓરિજિનલ વિધિ છે. વર્તમાનમાં પ્રવચન સાંભળવાનો સમય સવારે ૯-૧૦ વાગે હોય છે. ઠીક છે, તમે પચ્ચખાણ લઈને, ઘેર જઈને નવકારસી કરીને પુનઃ ઉપાશ્રયમાં જઈને જિનવચનોનું શ્રવણ કરો.
ગુરુ જ્ઞાની હોય, ગીતાર્થ હોય, સાધુ-આચારોના પાલનમાં જાગૃત હોય તેમની પાસેથી જિનવચનોનું શ્રવણ કરવું જોઈએ. અવશ્ય પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ.
સભામાંથી એવા ગુરુદેવોનું આગમન જ ક્વચિત હોય છે.
મહારાજશ્રી શું કરીએ? જ્યારે એવા ગુરુદેવોનો સંયોગ મળે ત્યારે પ્રતિદિન એમની પપાસના કરતા રહો અને જિનવચન સાંભળતા રહો. અનિવાર્ય કારણ વગર એક દિવસ પણ "મિસ” ના કરો-ખોશો નહીં. તમે લોકો શ્રાવકો છો ને? "શ્રાવક” શબ્દની પરિભાષા જાણો છો ?
પ્રસિદ્ધિને સાધુઝનાતુ સામાવાર, કૃતિ-તિ શ્રાવ: !” સાધુપુરુષો પાસેથી જે માણસ પ્રતિદિન "સામાચારી” સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. શ્રાવકનો આ વ્યુત્પત્તિ-અર્થ છે. જે સાંભળે છે તે શ્રાવક છે. જે ધર્મનો ઉપદેશ સાંભળે છે, સર્વજ્ઞ કથિત ધર્મનો ઉપદેશ સાંભળે છે- સાધુપુરુષોના મુખથી સાંભળે છે, તે શ્રાવક છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org