________________
૧૧૩
ભાગ - ૨
चैत्यं जिनौकस्तद् बिम्बं चैत्यो जिनसभातरूः ।। - વિજયન્તી કોશમાં પણ “મૈત્ય” શબ્દનો અર્થ જિનમંદિર કરવામાં આવ્યો
છે. ટેવાયતનં ચૈત્યમ્ | એટલા માટે “ચૈત્ય” શબ્દના અર્થ નિર્ણયમાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કારણ કે આંખો બંધ કરીને જિનપ્રતિમા અને જિનમંદિરોનો વિરોધ કરનારા લોકો "ચેત્ય” શબ્દનો મનમાન્યો અર્થ કરીને સરળ, ભદ્રિક અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અણજાણ લોકોને અવળે માર્ગે દોરે છે. પ્રજાને જિનમંદિરો અને જિનપ્રતિમાઓથી દૂર લઈ જાય છે, અને મિથ્યાવૃષ્ટિ દેવોના મંદિરોમાં મિથ્યાવૃષ્ટિ દેવમૂર્તિઓના પૂજક બનાવે છે ! આવા લોકોથી
સાવધાન રહેવું. જિનપ્રતિમાઓને વંદન કરવાં :
જિન ભવનમાં જેટલી જિનપ્રતિમાઓ હોય, તે બધીને “નમો જિણા” બોલીને વિંદન કરવાં, પંચાંગ પ્રણિપાત કરવા એટલે કે ખમાસમણ દેવાં. જિનપ્રતિમાને સાક્ષાત્ “અરિહંત” માનવા. પ્રતિમામાં આપને સાક્ષાતુ અરિહંત પરમાત્માનાં દર્શન થવાં જોઈએ. જો તમારા હૃયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે, ભક્તિ હશે તો તમે એ જિનપ્રતિમામાં પથ્થર નહીં જુઓ, પરમાત્મા જોશો. સવાલ છે પરમાત્મપ્રેમનો! - પ્રેમ પૈસામાં હોય છે તો કરંસી નોટમાં કાગળ નથી દેખાતો, પરંતુ રૂપિયા દેખાય
– સોના માટે પ્રેમ હોય છે તો સોનાની લગડીમાં ધાતુ” નથી દેખાતી, પરંતુ સોનું
દેખાય છે! – પત્ની પ્રત્યે પ્રેમ હોય તો પત્ની હાડચામ-માંસની પૂતળી નથી દેખાતી, પરંતુ સૌદર્યસભર સ્ત્રી દેખાય છે.
એ રીતે જો પરમાત્મા માટે દયમાં પ્રેમ હોય તો પરમાત્માની મૂર્તિમાં પથ્થર નહીં દેખાય, પરમાત્મા દેખાશે. આમ અનેક પરમાત્મપ્રેમી સ્ત્રી-પુરુષોએ પરમાત્માના મંદિરોના નિમણિમાં અને મૂર્તિઓના નિર્માણમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે – સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. ઈતિહાસ એનો સાક્ષી
એટલા માટે કહું છું કે જિનપ્રતિમાનું દર્શન પ્રેમની આંખોથી કરવું. એ વંદનમાં તમને અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org