________________
ભાગ
શક્યો, પરંતુ ચાંદી બની ગઈ ! તાંબુ-રજત બની ગયાં !
કહેવાનું તાત્પર્ય એ છે કે વિધિપાલનથી ૧૦૦ ટકા ફળ મળે છે તો અવિધિથી ૫૦ ટકા-૪૦ ટકા ફળ મળે છે. પરંતુ અવિધિના ભયથી ક્રિયા જ છોડી દેવામાં આવશે તો એક ટકો પણ ફળ મળશે નહીં.
-
૨
શ્રદ્ધાવાન અને શક્તિમાન પુરુષ વિધિપૂર્વક જ સર્વ ક્રિયાઓ કરે છે. કોઈક વાર અવિધિ થઈ જાય છે તો “મિચ્છામિ દુક્કડમ્” કહે છે અને હૃદયમાં વિધિનો જ પક્ષપાત રાખે છે.
૧૦૯
સભામાંથી : વિધિપૂર્વક ધર્મક્રયા કરવાનો ભાવ હ્રદયમાં કેમ જાગતો નથી ? મહારાજશ્રી : શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે "જે જીવ નજીકના ભવિષ્યમાં, ત્રણચાર ભવોમાં મોક્ષ પામવાનો હોય છે તેને જ હૃદયમાં વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાના ભાવ હ્દયમાં જાગે છે ! આ એક સાધારણ નિયમ છે.
કેટલાક લોકો જાણીજોઈને અવિધિ નથી કરતા, પરંતુ અજ્ઞાનતાથી કરે છે. વિધિનું અજ્ઞાન હોવાથી વિધિનું પાલન નથી કરી શકતા, એટલા માટે તમારે લોકોએ વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. દરેક ધર્મક્રિયા વિધિપૂર્વક કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ.
પૂજાનું ફળ ઉપવાસના માધ્યમથી :
જિનપૂજાનું ફળ ભિન્નભિન્ન દૃષ્ટિએ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે : "પદ્મચરિત્ર"માં જિનપૂજાનું ફળ ઉપવાસના માધ્યમથી બતાવવામાં આવ્યું છે !
તમારા મનમાં વિચાર આવ્યો કે “હું જિનપૂજા ક૨વા જિનભવનમાં જાઉં.” બસ, આટલા વિચારથી જ તમને એક ઉપવાસનું ફળ મળી ગયું ! એટલે કે એક ઉપવાસ કરવાથી જે ફળ મળવું જોઈએ તે ફળ એ વિચારથી મળી ગયું ! તમે જિનભવનમાં જવા માટે ઊભા થાઓ છો, તમને બે ઉપવાસનું ફળ મળી ગયું.
ચાલવાનો પ્રારંભ કર્યો કે ત્રણ ઉપવાસનું ફળ.
આગળ વધતાં ચાર ઉપવાસનું ફળ.
માર્ગનો ચોથો હિસ્સો કાપવાથી પાંચ ઉપવાસનું ફળ.
અર્ધ રસ્તો કપાતાં પંદર ઉપવાસનું ફળ.
જિનભવન પહોંચતાં, જિનપ્રતિમાનાં દર્શન થતાં એક માસના ઉપવાસનું ફળ. જિનભવનમાં પહોંચતાં છ માસના ઉપવાસનું ફળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org