________________
૯૬
શ્રાવકજીવન - જે દિવસે સ્વામિવાત્સલ્ય હોય તે દિવસ માટે પણ સાચા જૈન બનવું જોઈએ.
એટલે કે એ દિવસે જિનમંદિરમાં પૂજા કરવી, એ દિવસે રાત્રિભોજન ન કરવું, એ દિવસે કંદમૂળ ન ખાવાં, બ્રહ્મચર્યનું પાલન કરવું. એ દિવસે કોઈ પણ સાધર્મિક સાથે લડાઈ-ઝઘડો ન કરવો.
આ પ્રકારે સ્વામિવાત્સલ્ય કરીને અનુભવ કરો. કેટલો આનંદ આવે છે અને પરસ્પર સાધર્મિક પ્રેમ કેટલો વધે છે. - સંઘયાત્રામાં અનુશાસનનું, શિસ્તનું પાલન હોવું અનિવાર્ય છે. • બને ત્યાં સુધી પગપાળા સંઘયાત્રામાં સામેલ થવું. ૦ પગપાળા યાત્રા સંઘમાં સાધુ-સાધ્વીજી સાથે હોવાથી યાત્રીઓની ધર્મ
આરાધના સારી થાય છે અને શિસ્તનું પાલન સારું થાય છે. - વાહનોમાં (બસ, ટ્રેઈનોમાં) જેઓ તીર્થયાત્રા કરવા જાય છે, એમાં ધર્મ
આરાધના ગૌણ હોય છે. પિકનિક જેવું વાતાવરણ હોય છે. તીર્થસ્થાનોમાં જઈને રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન ન કરવું જોઈએ. ધર્મશાળામાં જુગાર ન રમવો જોઈએ. ખાવા-પીવામાં અને આરામમાં સમય વ્યતીત ન કરવો જોઈએ. પરમાત્માનાં દર્શન-પૂજન અને ભક્તિ કરવી જોઈએ. સાધુપુરુષોનાં પ્રવચનો સાંભળવાં જોઈએ. સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જોઈએ. ધર્મધ્યાનમાં મનને જોડવું જોઈએ.
પર્વોના દિવસોમાં ઉપાશ્રયમાં શિસ્ત અને શાન્તિ જાળવવી આવશ્યક છે. • ખાસ કરીને પર્યુષણ પર્વના દિવસોમાં ખૂબ શાન્તિથી પ્રવચનો સાંભળવાં. • ધર્મક્રિયાઓ શાન્તિ અને સમતાપૂર્વક કરવી.
જેમને ધર્મક્રિયા ન આવડતી હોય, તેમને પ્રેમથી શીખવો. • પ્રવચન સમયે એવી વાતો સંઘમાં ન કરો કે જેથી ઝઘડા થાય. ૦ પ્રતિક્રમણ સમયે પણ એવી વાતો ન કરવી કે જેથી પરસ્પર વેર-વિરોધ વધે.
સામુદાયિક ધર્મ-આરાધનાઓ એ રીતે થવી જોઈએ કે બધા લોકોને તેમાં સંમિલિત થવાની પ્રેરણા મળે. જુઓ, અહીં પૂરો ઉપાશ્રય ભરેલો છે. કેટલી શાન્તિ છે ? તો તમે શાન્તિથી પ્રવચન સાંભળી શકો છો. પ્રવચન શાન્તિથી સંભળાય છે. એટલા માટે તો વધારે લોકો સાંભળવા આવે છે.
મેં પર્યુષણ-પૂર્વના પછી એક ભાઈને પૂછ્યું: “મેં તમને પર્યુષણના દિવસોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org