________________
ભાગ - ૨
૯૩ શુભ કાર્યો કર્યો નથી. એટલે જ અહીં સરખી ધર્મ-રુચિવાળો પરિવાર મળ્યો નથી. તમારા પાપકર્મનો ઉદય છે.
સભામાંથીઃ હવે કરીએ?
મહારાજશ્રી: પાપકર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરો, તપ કરો, ધ્યાન કરો, દાન આપો. શીલનું પાલન કરો. ક્રોધાદિ કષાયો ઓછા કરો. જ્યારે પણ સામુદાયિક ધર્મ-આરાધના થાય તો તમે એમાં જોડાઓ. - સમૂહમાં તીર્થયાત્રા થતી હોય તો એ સંઘમાં તમે સંમિલિત થઈ શકો છો. – સમૂહમાં પરમાત્મભક્તિ થતી હોય, પૂજા-મહાપૂજા થતી હોય, તો તેમાં તમે
સંમિલિત થઈ શકો છો અને પરમાત્મભક્તિ પણ કરી શકો છો. સમૂહમાં કોઈ તપ-જપનું અનુષ્ઠાન થતું હોય તો તમે પણ સૌની સાથે એ
અનુષ્ઠાનની આરાધના કરી શકો છો. - કેટલાંક વર્ષોથી આપણા જૈનસંઘોમાં - ગામેગામ સામુદાયિક નવકાર મંત્રના
જાપની આરાધનાઓ થાય છે. પાર્શ્વનાથ ભગવાનના, સીમંધર સ્વામી ભગવાનના અઠ્ઠમ તપની સામૂહિક આરાધનાઓ થાય છે. સામુદાયિક સિદ્ધિતપ, શ્રેણીતપ, વરસીતપ વગેરે તપશ્ચર્યાઓ થાય છે. નવપદજીની ઓળીની આરાધના સમૂહમાં થાય છે. તમારાથી જેટલી શક્ય હોય તેટલી
આરાધના કરી શકો છો. - પરમાત્મભક્તિના મહોત્સવો ગામેગામ થવા લાગ્યા છે. મોટા શહેરોમાં કોઈ ને કોઈ જગાએ મહોત્સવો ચાલતા રહે છે. પહોંચી જાઓ ત્યાં અને સમૂહ ભક્તિમાં સામેલ થઈ જાઓ. તમે જાતે આટલા મહોત્સવો નહીં કરી શકો ! સહજ રૂપથી થતા હોય તો લાભ લઈ લેવો જોઈએ. - સમૂહની સાથે બેસીને સદ્દગુરુનો ઉપદેશ સાંભળી શકો છો. - સમુદાયમાં બેસીને “સ્વામિવાત્સલ્ય” ભોજન કરી શકો છો. સામુદાયિક ધર્મક્રિયાઓનો વિરોધ ન કરો:
હા, એક સાવધાની રાખવી જોઈએ. કેટલાક વર્ષોથી કેટલાક લોકો જેઓ "સામુદાયિક કર્મબંધ”નો સિદ્ધાંત સમજતા નથી, તેઓ વિરોધ કરે છે આવી સામુદાયિક ધર્મક્રિયાઓનો. સ્વયં તો કરતા નથી, કરાવતા નથી, પણ બીજા જેઓ કરે છે તેમની નિંદા કરે છે.
"આટલા બધા પરમાત્મભક્તિના મહોત્સવો ન કરવા જોઈએ, આ પૈસાનો દુર્ભય છે. આટલાં બધાં "સ્વામિવાત્સલ્ય” ન કરવાં જોઈએ, પૈસાનો દુર્વ્યય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org