________________
ભાગ
રહ્યા.
R
૨
પિશાચની હાર થઈ, તે પૌષધશાળાની બહાર નીકળ્યો. તેણે હાથીનું રૂપ ધારણ કર્યું; પૌષધશાળામાં પ્રવેશ કરીને કામદેવને કહ્યું : "જો તું મારા કહ્યા પ્રમાણે વ્રતોનો ત્યાગ નહીં કરે તો તને આકાશમાં ઉછાળીશ, પૃથ્વી ઉપર પટકીશ, પગ નીચે કચડી નાખીશ......!”
આ ધમકીથી પણ કામદેવ વિચલિત ન થયા. ત્રણ વાર ધમકી આપી છતાં પણ કામદેવ સ્થિર રહ્યા, અડગ રહ્યા ત્યારે હાથીએ તેને આકાશમાં ઉછાળ્યો, પૃથ્વી ઉપર પટક્યો અને પગ નીચે કચડવા લાગ્યો. કામદેવે આ ભયાનક વેદનાને પણ સમતાભાવથી સહન કરી લીધી.
૪૯
દેવ નિરાશ થઈ ગયો. બહાર આવીને તેણે ભયંકર સાપનું રૂપ ધારણ કર્યું. પછી તે અંદર આવ્યો અને કામદેવને સતાવવાની શરૂઆત કરી. શરીરે ડંખવા લાગ્યો, ખૂબ કષ્ટ આપવા લાગ્યો.......છતાં પણ તે કામદેવને ચલિત કરી ન શક્યો. તેણે પોતાની હાર સ્વીકારી લીધી. દેવનું મૂળસ્વરૂપ ધારણ કરીને કામદેવ પાસે આવીને બોલ્યો : "હે કામદેવ ! તું ધન્ય છે, તારું સત્ત્વ અને ધૈર્ય અદ્ભુત છે. નિર્ગંથ પ્રવચનમાં તારી શ્રદ્ધા મેરુવત્ અચલ છે. હે દેવાનુપ્રિય, ઇન્દ્રે દેવસભામાં કહ્યું હતું કે : “ચંપાનગરીની પૌષધશાળામાં કામદેવ શ્રાવક ભગવાન મહાવીર સ્વામીના નિથ પ્રવચનનો સ્વીકાર કરીને રહ્યો છે. કોઈ દેવમાં પણ શક્તિ નથી કે જે કામદેવને વિચલિત કરી શકે.” હે ધીર પુરુષ ! મને ઇન્દ્રના કથન ઉપર વિશ્વાસ ન આવ્યો. હું અહીં આવ્યો અને તને હેરાન-પરેશાન કરી નાખ્યો; ખૂબ કષ્ટ આપ્યું. મને ક્ષમા કર......ક્ષમા કર.”
દેવ ક્ષમા માગીને ચાલ્યો ગયો.
પ્રભાત થયું હતું. તેમણે સાંભળ્યું ઃ ‘શ્રમણ ભગવાન મહાવીર પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે છે.” કામદેવે વિચાર કર્યો, "ભગવાનની પાસે જઈને તેમને વંદન-નમસ્કાર કરીને પછીથી જ પૌષધોપવાસનાં પારણાં કરીશ.” કામદેવે બહાર જવા યોગ્ય શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યાં અને વિશાળ જનસમૂહની સાથે પૂર્ણભદ્ર ચૈત્યમાં ગયા.
૪
ધર્મોપદેશ પછી ભગવાન મહાવીરે કામદેવને સંબોધિત કરીને રાત્રિની ઘટના સંભળાવી, અને પૂછ્યું : "શું મેં કહ્યું તેમ જ દેવનો ઉપસર્ગ તે સમતાભાવથી સહન કર્યો ને ?"
"હા ભગવંત ! આપે જે કહ્યું તે જ રાત્રે થયું !” ભગવાને ત્યાં ઉપસ્થિત સાધુસાધ્વીઓને સંબોધિત કરીને કહ્યું :
"એક ગૃહસ્થ શ્રાવક પણ દેવના ઉપસર્ગોને સમતાભાવથી સહન કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org