________________
४८
શ્રાવકજીવન તે ભગવાનની સન્મુખ આવી. તેણે ત્રણ વાર ભગવાનને વંદના કરી અને ન તો અતિદૂર કે ન અતિનજીક હાથ જોડીને ઊભી રહી ! ભગવાનનો ઉપદેશ સાંભળીને ભદ્રા ખૂબ સંતુષ્ટ થઈ.
તેણે ભગવાનને કહ્યું : “હે ભન્ત ! હું આપના નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. હું પ્રવ્રુજિત થવા અસમર્થ છું, પરંતુ હું બાર વ્રતો અંગીકાર કરવા ઈચ્છું છું.” ભગવાન પાસેથી ભદ્રાએ બાર વ્રતો સ્વીકારીને તે ભગવાનને વંદના કરીને ઘેર પાછી ફરી.
વ્રતપાલન, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે ધર્મ-આરાધના કરતાં કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં, પંદરમું વર્ષ બેઠું. એક દિવસ રાત્રિના ઉત્તરાર્ધમાં ધમનુષ્ઠાન કરતાં કરતાં કામદેવે વિચાર કર્યો :
"હું આ ચંપાનગરીના રાજા-પ્રજાનો આધાર છું. એટલે તે વ્યસ્તતાને કારણે વિશિષ્ટ ધર્મ-આરાધના કરી શકતો નથી. એટલા માટે કાલે સૂર્યોદય થતાં સ્નેહીસ્વજનોનો સત્કાર-સન્માન કરીને, જ્યેષ્ઠ પુત્રને સમગ્ર જવાબદારી સોંપીને હું નગર બહારની પૌષધશાળામાં જઈને પૌષધોપવાસ આદિ ધર્મ-આરાધના કરતો રહું.”
બીજે દિવસે કામદેવે સ્નેહી-સ્વજનોને બોલાવ્યા. તેમનો સત્કાર કર્યો. તેમનું સન્માન કર્યું. તેમની અનુમતિ લીધી. ઘરની તમામ જવાબદારી જ્યેષ્ઠ પુત્રને સોંપી અને તે પૌષધશાળામાં જઈને વિશેષ રૂપથી ધર્મ-આરાધના કરવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો. એક રાત્રિના સમયે એક દેવ પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં તલવાર ધારણ કરીને કામદેવની પાસે આવ્યો. અતિ ક્રોધને લીધે તેની ભ્રકુટી વાંકી થઈ ગઈ હતી. ઊઘાડા મુખમાંથી તેની જીભ બહાર લટકી રહી હતી. તે ભયાનક હાસ્ય કરી રહ્યો હતો. રોષ, ક્રોધ અને રીસથી ઉગ્રતા ધારણ કરતાં તેણે કામદેવને કહ્યું :
"તું તારા મોતને બોલાવી રહ્યો છે. એ અધમાધમ, ખરાબ લક્ષણોવાળા, હીન. પુણ્યવાળા, શું તું ધર્મની કામના કરે છે? તું પુણ્યની કામના કરે છે? સ્વર્ગ-મોક્ષની કામના કરે છે? હે દુષ્ટ શું તું તારા વ્રતથી, શીલથી, પૌષધોપવાસથી ડગવા ઈચ્છતો નથી ? પરંતુ આજે હું તને અવશ્ય ડગાવીશ. આજે જો તું વ્રતાદિનો ત્યાગ નહીં કરે તો આ તલવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ.”
પિશાચનાં આવાં ભયજનક વચનો સાંભળવા છતાં પણ કામદેવ ન ભયભીત થયા કે ન જરાય ચંચળ બન્યા. પિશાચે ફરીથી ધમકીઓ ઉપર ધમકીઓ આપી છતાં પણ કામદેવ અડગનિશ્ચલ રહ્યા. કુદ્ધ પિશાચ કામદેવના શરીરના ટુકડેટુકડા કરવા લાગ્યો......તો પણ. અસહ્ય વેદના સહન કરતાં કામદેવ ધર્મધ્યાનમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org