________________
ભાગ ૨
૬૫
આવો દુર્વ્યવહાર કરીને તમે માતા-પિતા બાળકોની નજરમાંથી ઊતરી જાઓ છો. તમારા પ્રત્યે બાળકોના મનમાં પૂજ્યભાવ નથી રહેતો. તમને વંદન કરવાનો ભાવ જ તેમના મનમાં જાગતો નથી. આ ખૂબ મોટું નુકસાન છે. સાંસ્કૃતિક નુકસાન છે. "ઉપકાર”ના શ્રેષ્ઠ તત્ત્વોનું અવમૂલ્યન થતાં જીવનવ્યવહારમાં તાણ પેદા થાય છે. માતા-પિતા પ્રત્યે નફરત પેદા થતાં સંતાનો માતા-પિતાથી દૂર થઈ જાય છે અને કદાચ કોઈ ખોટા યા અયોગ્ય માણસના સંપર્કમાં આવી જાય છે, તો તેમનું જીવન જ બરબાદ થઈ જાય છે, દુર્વ્યસનોમાં ફસાઈ જાય છે અને કેટલાય પ્રકારના અપરાધો કરવા માંડે છે.
આ બાબતમાં ન્યૂયોર્કની એક ઘટના સંભળાવું છું. જાન્યુઆરી ૧૯૮૭ની આ ઘટના છે. ૧૯ વર્ષના ટાયરોના વિલબર્ન નામના છોકરાએ ૧૬૦૦ ડોલરના ચેકો ઉપર પોતાની માતાની બનાવટી સહી કરીને બેંકમાં ડોલર લેવા ગયો; પરંતુ તે પકડાઈ ગયો. પોલીસે કેસ કર્યો. ન્યાયાધીશ કેનેથ કે. રીલની સામે એને રજૂ કરવામાં આવ્યો. આ આરોપ સાચો સાબિત થતાં વધારેમાં વધારે દંડ સાત વર્ષની જેલનો થઈ શકતો હતો. પરંતુ જિલ્લાના સરકારી વકીલના કાર્યાલયે એવી ભલામણ કરી કે ગુનેગાર પોતાનો અપરાધ કબૂલ કરે છે તો એને સારા આચરણ માટે દેખરેખ નીચે રાખવાની વ્યવસ્થા કરવા સાથે એને છોડી મૂકવામાં આવે.
ન્યાયાધીશ રૌલે આ પ્રસ્તાવ માની લીધો, પણ એક શરત રાખી કે વિલબર્ને એક કવિતા યાદ કરીને મોઢેથી સંભળાવવી પડશે ! એ કવિતા હતી કિલર્લિંગની "ઓ. મારી મા !” ખચાખચ ભરેલા એ શાન્ત ન્યાયાલયના ઓરડામાં વિલબર્ન પોતાની રડતી માની સામે ઊભો હતો અને સંભળાવા લાગ્યો :
જો ફાંસી પર લટક્યો હોઈશ હું પહાડની સૌથી ઊંચી ટોચ પર,
ત્યારે યાદ આવીશ તું ! ઓ મા, ઓ મા,... મર્યા પછી પણ કોનો આત્મા
Jain Education International
ભટકશે મારી સાથે સાથે,
માનો બસ, મારી માનો........ મારા આત્મા અને શરીરના પાપોને
કોની પ્રાર્થના ધોઈ નાખશે
માની, બસ, મારી માની......!
આ બાબત સીધીસાદી-સામાન્ય પદ્ધતિથી પણ પતાવી શકાઈ હોત, પરંતુ ન્યાયાધીશ રૌલે પાછળથી જણાવ્યું કે “મેં વિચાર્યું કે બાળકને એ બોધ કરાવવામાં આવે કે તેની માતાને કેટલો આઘાત પહોંચ્યો છે, અને એની માને પણ જાણ થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org