________________
ભાગ ૨
૮૧
ખાધા સિવાય જઈ ન શકું. મારી શારીરિક સ્થિતિ અનુકૂળ નથી.” ગુરુદેવ કહે ઃ "કોઈ સવાલ નથી. અત્યારે તમે કશુંઢ લઈ લો, ખાઈ લો. શાસનરક્ષાનું મહત્ત્વપૂર્ણ કામ છે, તમારું જવું અનિવાર્ય છે.” ગુરુદેવની આજ્ઞાથી તમે પોરસીના સમય પહેલાં કશુંક ખાઈ લો છો, તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી. પરંતુ ધ્યાન રાખવું કે આજ્ઞા કરનાર ગુરુદેવ જ્ઞાની હોવા જોઈએ અને શાસનનીસંઘની જવાબદારી તેમને શિરે હોવી જોઈએ.
એકાસણું-આયંબિલ ક૨વા બેઠા છો. શરીર અસ્વસ્થ છે. હાથ-પગ લાંબા કરવા પડે છે, સંકુચિત કરવા પડે છે, શરીર હાલે છે, તો પણ તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી.
--
તમે એકાસણું-આયંબિલ ક૨વા બેઠા છો અને તમારે ઘેર આચાર્ય-ઉપાધ્યાય આદિ આવે, તમે ઊભા થઈને તેમને વંદન કરો, તો તમારો વ્રત-ભંગ થતો નથી. કારણ કે તમારો ભાવ ગુરુ-વિનયનો છે.
અચાનક પેટમાં તીવ્ર દર્દ ઊઠ્યું હોય, સાપ કરડ્યો હોય, ખૂબ જ આર્તધ્યાન થતું હોય, સમતા રહેતી નથી, એ સમયે કોઈ ઔષધ, અનુપાન, આહાર, ચાપાણી લેવું અનિવાર્ય છે. પચ્ચક્ખાણનો સમય થયો ન હોય, તો પણ તમે ઔષધ વગેરે લઈ શકો છો. તમારું પચ્ચક્ખાણ તૂટશે નહીં. જો તીવ્ર વેદનામાં પણ ધર્મધ્યાનમાં રહી શકો, સમતાભાવ ટકાવી શકો તો પછી પચ્ચક્ખાણનો સમય આવતાં જ ઔષધ લેવું જોઈએ. મનની સમાધિ રહેવી એ મહત્ત્વપૂર્ણ વાત છે. આ તમામ અપવાદો તમારા માટે અને અમારે સાધુ-સાધ્વીઓ માટે સાધારણ
છે.
હવે કેટલાક અપવાદો માત્ર સાધુ-સાધ્વીઓ માટે છે તે પણ તમને બતાવી દઉં
છું.
માની લો કે સાધુ-સાધ્વીઓને ઘી યા તેલનો ત્યાગ છે, તમારે ઘેર ભિક્ષા માટે આવ્યાં. ચમચી ઘી યા તેલવાળી છે. એ ચમચીથી તમે ભાત યા તો અન્ય વસ્તુ સાધુને આપો છો. એ વસ્તુને ઘી યા તેલનો સ્પર્શ થયો, સાધુ તેનો ઉપયોગ કરે છે, તો તેનું વિગય-ત્યાગનું પચ્ચક્ખાણ તૂટતું નથી.
તમારે ઘેર રોટલી ઉ૫૨ ગોળ યા સાકર પડી છે. એ રોટલી સાધુને આપવી છે. તમે ગોળ-સાકર દૂર કરીને એ રોટલી સાધુને આપો છો. એ રોટલી ઉ૫૨ ગોળ-સાકરના કણો લાગેલા છે. સાધુને ગોળ-સાકર વિગયનો ત્યાગ હોય, છતાં પણ એ રોટલી સાધુના કામમાં આવે છે. તેના પચ્ચક્ખાણનો ભંગ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org