________________
८०
પચ્ચક્ખાણોના અપવાદો :
તમે સવારે “નવકારશી”નું પચ્ચક્ખાણ ધારી લીધું, પછી ભૂલી જ ગયા કે "મેં નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું છે” અને સૂર્યોદય થતાં જ નાસ્તો કરવા બેસી ગયા. મુખમાં ચાનો ઘૂંટડો ભર્યો અને યાદ આવ્યું : “અરે, મેં તો નવકારશી કરી છે.” તો મુખમાંથી ચાનો ઘૂંટડો બહાર કાઢી નાખો. કદાચ યાદ ન આવ્યું, ચા પેટમાં પહોંચી જાય તો પણ તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી.
-
—
-
શ્રાવકજીવન
અચાનક આદતવશ પચ્ચક્ખાણના સમય પહેલાં મોઢામાં પાણી નાખી દીધું, અથવા કંઈક ખાઈ લીધું, યાદ આવી જાય તો થૂંકી નાખો. તમારા પચ્ચક્ખાણનો ભંગ નહીં થાય.
સમય જોવા માટે માની લો કે તમારી પાસે ઘડિયાળ નથી, વૉચ પણ નથી, કલોક પણ નથી. સૂર્ય આકાશમાં વાદળોથી ઢંકાયેલો છે અને તમે સમયની પહેલાં પચ્ચક્ખાણ પાળી લો છો, તો તમારી પ્રતિજ્ઞા તૂટતી નથી - પ્રતિજ્ઞાભંગ થતો નથી. જો કે આજકાલ તો જેમને ઘડિયાળ જોતાં ય નથી આવડતી તે પણ ઘડિયાળ બાંધે છે !
કદી કદી દિશાનો ભ્રમ પણ થઈ જાય છે. પૂર્વ દિશાને પશ્ચિમ માનીને, સમયની પહેલાં પચ્ચક્ખાણ પાળી લો, તો પાપ નથી લાગતું. પરંતુ આજકાલ આપણે સૂર્યની ગતિના આધારે ચાલતા નથી, ઘડિયાળ જોઈને ચાલીએ છીએ, આથી ભૂલ થવા સંભવ નથી. હા, ઘડિયાળ બંધ પડી ગઈ હોય યા આગળ-પાછળ ચાલતી હોય તો, તમે છેતરાઈ જાઓ એ સંભવ છે ! ઘડિયાળમાં નવ વાગ્યા છે, વાસ્તવમાં ૮-૩૦નો સમય છે. ઘડિયાળ અર્ધો કલાક આગળ ચાલે છે, તમને ખબર નથી. અને નવ વાગે પોરસીનું પચ્ચક્ખાણ આવે છે. થઈ ગયો સમય, તમે પોરસી પારીને મુખમાં પાણી નાખી દીધું ! તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી.
કોઈકે કહી દીધું : "નવકારશીનો સમય થઈ ગયો છે, પોરસીનો સમય થઈ ગયો છે.” અને સાંભળીને નવકારશીનું પચ્ચક્ખાણ પારી લીધું, પોરસી કરી લીધી. જો કે સમય થયો ન હતો. કહેનારની ભૂલ હતી. સમય આવ્યા પહેલાં તમે નવકા૨શી યા પોરસી પારી લીધી. છતાં પણ તમને પચ્ચક્ખાણ ભંગનું પાપ નહીં લાગે.
માની લો કે તમે પોરસીનું પચ્ચક્ખાણ કર્યું છે. તમે સવારે ૭ વાગે ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવે કહ્યું : "આજે તમારે અત્યારે જ મદ્રાસ જવાનું છે.” તમે કહ્યું : “ગુરુદેવ ! મેં પોરસીનું પચ્ચક્ખાણ કર્યું છે અને હું કશું લીધા સિવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org