________________
૮૬
શ્રાવકજીવન
૪. ચોથું છે અંગૂઠી પચ્ચક્ખાણ ઃ તમારી આંગળી ઉપર અંગૂઠી છે. તમે સંકેત નક્કી કરો છો કે "જ્યાં સુધી હું આંગળી ઉપરથી અંગૂઠી ઉતારું નહીં ત્યાં સુધી મારે ચારે આહારોનો ત્યાગ રહેશે.”
પ. પાંચમું છે દીપક જ્યોતિ પચ્ચક્ખાણ ઃ તમારી પાસે ઘી યા તેલનો દીવો બળી રહ્યો છે. તમે સંકેત નક્કી કરો છો કે “જ્યાં સુધી આ દીવો બળે છે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ રહેશે - અથવા હું ધ્યાનમાં રહીશ.” જો તમે ધ્યાનમાં હો અને ઘરની કોઈ વ્યક્તિએ દીવામાં બીજું ઘી ભરી દીધું, દીવો રાતભર બળતો રહેશે યા દિનભર બળતો રહેશે, ત્યાં સુધી તમારો સંકેત કાયમ રહેશે, ત્યાં સુધી તમારે ચારે આહારનો ત્યાગ રહેશે કે પછી ધ્યાન ચાલુ રહેશે. ઉપસંહાર :
આ રીતે પચ્ચક્ખાણના વિષયમાં વિવેચન કર્યું. તમે શાન્તિથી સાંભળ્યું, સમજ્યા પણ હશો. હવે તમે દરરોજ પચ્ચક્ખાણ કરતા રહેશો, તો મને આનંદ થશે. તમારા પરિવારનાં બાળકોને પણ પચ્ચક્ખાણનો મહિમા સમજાવજો. પચ્ચક્ખાણનો વધારે આગ્રહ ન કરતા.
તેમને નવકારશી, પોરસી, સાઢ પોરસી, એકાસણા, ઉપવાસ વગેરે નામ યાદ રહેશે તો પણ ઘણું છે. અન્યથા તેઓ આ નામ પણ સમજશે નહીં.
અનેક પાપોમાંથી બચાવનાર આ પચ્ચક્ખાણ ધર્મ છે; તેની આરાધના કરીને તમે સર્વે પરમ કલ્યાણની પ્રાપ્તિ કરો, એ જ મંગલ કામના. આજે, બસ આટલું જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org