________________
૪
શ્રાવકજીવન
પીવાના શોખ છોડી દે છે. વ્યસન છોડી દે છે. વિષય-ભોગનો ત્યાગ કરી દે છે. આ બધા માતાના ઉપકાર નથી તો શું છે ?
જે સ્ત્રીઓ પોતાના મોજશોખ માટે, વિષયભોગ માટે અનેક વ્યસનોના સેવન માટે માતા બનવા નથી ઇચ્છતી અને ભૂલથી ગર્ભવતી બની જાય છે, તે શું કરે છે તે તમે જાણો છો ને ?
સભામાંથી : એબોર્શન - ગર્ભપાત કરાવી દે છે.
મહારાજશ્રી : ગર્ભપાત કરાવી દે છે, ગર્ભસ્થ જીવની હત્યા કરી નાખે છે. આવી ક્રૂર સ્ત્રીઓ વંદનીય નથી હોતી, પૂજ્ય નથી બનતી.
કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે માતા ગર્ભપાત કરાવવા ઇચ્છતી નથી, પરંતુ પિતા - સ્ત્રીનો પતિ દબાણ કરીને ગર્ભપાત કરાવવા મજબૂર કરે છે. આવા લોકો કેવાં પાપકર્મો બાંધે છે - એ વાત આજે મારે કરવી નથી. આજે તો મારે માતા પિતાઓની - તેમની વંદનીયતા સમજાવવાની છે. એમને યાદ રહેવું જોઈએ કે "તેઓ તેમનાં સંતાનોનાં વંદનીય છે - પૂજનીય છે” અને જે વંદનીયપૂજનીય હોય છે, તેમનો જીવનવ્યવહાર કેવો હોવો જોઈએ. પોતાના સંતાનો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ - આ બધી વાતો કરવી છે.
સંતાનોની દૃષ્ટિમાંથી ઊતરી ન જાઓ ઃ
માતા-પિતાએ જો તેમના સંતાનો પાસે અપેક્ષાઓ સારી રાખવી હોય તો, સંતાનોને સુસંસ્કારી અને માતા-પિતાનાં પૂજક બનાવવા ઇચ્છા રાખતાં હોય તો તેમણે સૌ પ્રથમ પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડશે. પોતાની કેટલીક આદતો સુધારવી પડશે. જે ખરાબ આદતો છોડવી અતિ આવશ્યક છે, તે બતાવું છું. પહેલી વાત છે વાતવાતમાં ગુસ્સો કરવો. ગુસ્સાયુક્ત સ્વભાવ હોવો. – નાની શી ભૂલ થતાં મારવું-પીટવું.
માતા-પિતાનો પરસ્પર ઝઘડો થવો.
સંતાનોની બિમારીમાં તેમની ઉપેક્ષા કરવી.
-
ઘેર આવેલા મહેમાનો, મિત્રો, સ્નેહી સ્વજનોની સામે બાળકોની નિંદા કરવી. બાળકોને પ્રેમ ન આપવો, તેમની વાતો ન સાંભળવી.
બાળકોના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા કરવી.
એક બાળક સામે બીજા બાળકની પ્રશંસા કરવી અને પેલાની નિંદા કરવી. બાળકોની જરૂરિયાતો પૂરી ન કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org