________________
(પ્રવચન : ૨૯)
પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થના વિશેષ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. તેમાં તેમણે વ્રતમય ધર્મ બતાવ્યો છે અને દૈનિક ધર્મ પણ બતાવ્યો છે. સવારથી સાંજ સુધી શ્રાવકની દિનચર્યા બતાવી છે.
સવારે જાગતાં જ પંચ પરમેષ્ઠી-નમસ્કાર કરો. દેહશુદ્ધિ કરીને, શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ચૈત્યવંદન કરો અને પછી માતા-પિતા વગેરે ગુરુજનોની ચરણ-વંદના કરવી. માતા-પિતા ગુરુ છે. માતા-પિતા માટે જે પૂજ્ય છે તે પણ ગુરુ છે. કલાચાર્ય જ્ઞાનદાતા, ધર્મદાતા વગેરે ગુરુ છે. યોગબિંદુમાં આ આચાર્યદિવે લખ્યું છેઃ
માતા-પિતા તાવાર્થ તેષાં તિસ્તા | - वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥ જનની, જનક, ઉપાધ્યાય અને જનની વગેરેના ભાઈ-બહેનો "ગુરુ” માનવામાં આવે છે. જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધોનો સમાવેશ પણ ગુરુવર્ગમાં થાય છે. ધર્મનો ઉપદેશ આપનાર મુનિજન તો ગુરુ છે જ. આ સર્વેમાંથી જેટલાં ઘરમાં હાજર હોય, તેમને સવારે વંદન કરવાં. માતા-પિતા વગેરે વંદનીય છે એટલે તેમને વંદન કરવાં જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે માતા-પિતા વંદનીય કેમ?
શું પોતાનાં બાળકોને જન્મ આપ્યો માટે વંદનીય બની ગયાં? તો પછી પશુ પણ વંદનીય બની જશે. કારણ કે તેઓ પણ બચ્ચાંને જન્મ આપે છે ! જન્મ આપવો એ વંદનીયતાનું કારણ નથી. વંદનીયતાનું કારણ છે ઉપકારકતા. જેઓ ઉપકાર કરે છે તેઓ વંદનીય, અભિનંદનીય છે. વિશ્વનું શ્રેષ્ઠ તત્ત્વ છે ઉપકાર. તે ઉપકાર ભૌતિક હોય યા આધ્યાત્મિક હોય, ઈહલૌકિક હોય યા પારલૌકિક હોય, નાનો યા મોટો હોય, ઉપકાર એ ઉપકાર છે. વિશ્વનું શ્રેષ્ઠ તત્ત્વ છે ઉપકાર. ભાવ-વિશ્વનું આ અણમોલ તત્ત્વ છે. જે ઉપકારક તે વંદનીય ઃ
જ્યારથી જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારથી માતા એ જીવ ઉપર ઉપકાર કરતી રહે છે. તેનો ગર્ભસ્થ શિશુ પ્રતિ પ્રેમ હોવો, વાત્સલ્ય હોવું એ પણ ઉપકાર છે. કોઈ આપણા પ્રત્યે પ્રેમ-સ્નેહ-વાત્સલ્ય અભિવ્યક્ત કરે છે, તે આપણા ઉપર ઉપકાર કરે છે. કેમ કે તે પ્રેમ બતાવીને આપણને ઉલ્લાસથી ભરી દે છે. માતા ગર્ભસ્થ શિશુના શારીરિક અને માનસિક હિત માટે પોતાના અનેક પ્રકારના ખાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org