________________
૫૪.
શ્રાવકજીવન કર્મના ક્ષયોપશમ સાથે જોડાયેલા છે. ઘણાં પાપકમોંના ક્ષયોપશમ વગર ગુણવાન બનવું અસંભવ છે. શૈત્યવંદન"ની ધમક્રિયા કોણ કરી શકે છે?
"ચૈત્યવંદન”નો ધર્મ કરવા માટે પણ આચાર્યદિવશ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ ગુણોની યોગ્યતા બતાવી છે. ચૈત્યવંદનની ધમક્રિયા પ્રત્યે દયમાં બહુમાન હોવું એ પહેલો ગુણ છે. ચૈત્યવંદનની ધર્મક્રિયાની વિધિનું જ્ઞાન હોવું અને વિધિનું પાલન હોવું, એ બીજી વાત છે. ઉચિત ગુણમય જીવનવ્યવહાર હોવો એ ત્રીજી વાત છે.
ધર્મનાં અનેક અનુષ્ઠાનો છે. ત્યવંદન" એમાંનું એક અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાન દરેક વ્યક્તિ નથી કરી શકતી, એ વાત તો સમજો છો ને ? ગુણવાન વ્યક્તિ જ કરી શકે છે. આ ત્રણ ગુણ મનુષ્યમાં હોવા જોઈએ! માણસે સ્વયં આત્મનિરીક્ષણ કરીને નિર્ણય કરવો રહ્યો કે: "મારામાં આ ત્રણ ગુણ છે કે નહીં ?”
"બહુમાન” આંતરિક ગુણ છે. "આ ગુણ આપણામાં છે કે નહીં.” એ વાતનો નિર્ણય કરવા માટે પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. બહુમાનનાં પાંચ લક્ષણઃ - જો તમારા હૃદયમાં "ચૈત્યવંદન” ધર્મ પ્રત્યે બહુમાન હશે તો ચૈત્યવંદનની વાતો પ્રિય લાગશે. એમ જે જે ધર્મક્રિયા પ્રત્યે તમારા હૃદયમાં બહુમાન હશે તે તે ધર્મક્રિયાની વાતો તમને પ્રિય લાગશે. તે તે ધમક્રિયાઓ કરનારા પ્રત્યે સ્નેહભાવ બંધાશે. એ વાતો વિવિધ પ્રકારની હોય છે.
ધર્મસ્વરૂપની વાત હોય, ધમવિધિની વાત હોય, ધર્મના લોભની વાત હોય, ધર્મનાં દ્રત કહેવામાં આવતાં હોય, ધર્મનું રહસ્ય બતાવવામાં આવતું હોય - આ તમામ વાતો સાંભળવામાં પ્રેમ દેખાય, આદર દેખાતો હોય, હર્ષ ઉત્પન્ન થતો હોય, બીજાં કામ છોડી દઈને તે સાંભળવામાં જ દિલ લાગતું હોય તો માનવું કે એ ધર્મ પ્રત્યે બહુમાનનો ભાવ છે.
સભામાંથી ધર્મ પ્રત્યે પ્રેમ હોય, પરંતુ ધર્મની વાતો સાંભળવામાં રસ ન હોય, એવું બની શકે છે?
મહારાજશ્રી તમે કેવી વાત કરો છો? તમારો પ્રિય પુત્ર પરદેશમાં છે, તેનો મિત્ર સંદેશો લઈને તમારી પાસે આવે છે. મિત્ર તમારા પુત્રની વાતો સંભળાવે છે. શું એ સાંભળવામાં તમને આનંદ નહીં આવે? એનો પત્ર વાંચવામાં આનંદ નહીં આવે ? - આનંદનો અનુભવ નહીં થાય ? શું તમારું મુખ પ્રફુલ્લિત નહીં થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org