________________
SO
શ્રાવકજીવન
લાગ્યું રહેવું જોઈએ. સાથે સાથે અર્થનો પણ બોધ હોવો જોઈએ. મનને "ચૈત્યવંદન”માં તન્મય કરવાનું છે !
ઉચિત વૃત્તિનાં પાંચ લક્ષણ :
ચૈત્યવંદનની ઉત્તમ ધર્મક્રિયા કરનારાઓના હૃદયમાં જેવી રીતે બહુમાન હોવું આવશ્યક છે, વિધિ-તત્પરતા આવશ્યક છે, એ જ રીતે ઉચિત જીવનપદ્ધતિ, ઉચિત જીવનવ્યવહાર પણ અતિ આવશ્યક છે. સર્વ લોકો સાથે ઉચિત જીવનવ્યવહાર કરનાર માણસ ‘લોકપ્રિય’ બને છે. ઉચિત વૃત્તિનું પ્રથમ લક્ષણ છે - લોકપ્રિયતા. એટલે કે ધર્મ આચરનાર ધાર્મિક વ્યક્તિ લોકપ્રિય હોવી જોઈએ.
જ્ઞાની પુરુષોએ ઘણી મહત્ત્વની વાત કરી છે. મારા ખ્યાલ પ્રમાણે તો તમે લોકો તમારા ઘરમાં પણ પ્રિય હશો નહીં ! તમે ખૂબ ધર્મક્રિયાઓ કરો છો એટલા માટે તમને લોકપ્રિયતા મળશે નહીં. તમારો જીવનવ્યવહાર સારો હશે, ઉચિત હશે તો તમને લોકપ્રિયતા મળશે.
જો તમે પ્રિય અને હિતકારી ભાષણ કરતા હશો, વિવેકપૂર્ણ વ્યવહાર કરતા હશો, પારિવારિક અને સામાજિક કર્તવ્યોનું સમુચિત પાલન કરતા હશો, બીજાંને સમયોચિત સહાય કરતા હશો, બીજાંના અપરાધો માફ કરતા હશો, તો તમે લોકપ્રિય બનશો. લોકપ્રિય ધર્માત્મા બીજાંને ધર્મસન્મુખ બનાવે છે. એટલા માટે સૌમ્યતા, સહૃદયતા, સહાનુભૂતિ, નમ્રતા, ઉદારતા, નિઃસ્પૃહતા વગેરે ગુણોને આત્મસાત્ કરી લો. મનુષ્યની પૂજા ગુણોથી જ થાય છે. ગુણોથી જ પ્રશંસા થાય છે.
એક સાવધાની રાખવી - જીવનમાં કોઈ નિંદનીય ક્રિયા ન થઈ જાય. ગર્વિતનિન્દ્રિત કાર્ય કરવાનું નથી. નિન્દ્રિત કાર્ય તમારી લોકપ્રિયતાને આગ લગાડી દેશે. ઉચિત વૃત્તિનું બીજું લક્ષણ આ જ બતાવવામાં આવ્યું છે - અગર્ષિત ક્રિયા ।
ગર્વિત અને નિન્દ્રિત કાર્યોની યાદી છે તમારી પાસે ? હોવી જ જોઈએ. દુષ્ટ કાર્યોથી બચીને જીવવાનું છે. અપ્રિય, કર્કશ, ઔદ્વતાપૂર્ણ વાણી, અપ્રિય, અહિતકારી અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર, બીજાંની નિંદા કરવી, ઝઘડવું વગેરે નિંદિત કાર્યો છે.
એ રીતે શરાબ પીવો, માંસાહાર કરવો, ચોરી કરવી, જુગાર રમવો વગેરે પણ નિંદનીય પ્રવૃત્તિઓ છે. આવી પ્રવૃત્તિ કરનારાઓની ચિત્તવૃત્તિઓ અશુદ્ધ હોય છે, મલિન હોય છે. અશુદ્ધ અને મલિન ચિત્તવૃત્તિમાં ધર્મનો જન્મ થતો નથી; ધર્મનો સ્પર્શ થતો નથી. આવી નિંદનીય પ્રવૃત્તિઓ કરનાર માણસ જો ધર્મ આચરે તો તે ધર્મની પણ નિંદા કરાવે છે. જે ગુરુની પાસે જાય છે, એ ગુરુની પણ નિંદા કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org