________________
ભાગ - ૨
પ૯ આસનમાં બેસવાથી, નિશ્ચિત મુદ્રાઓની સાથે ધર્મક્રિયા કરવાથી તેને અનુરૂપ શુભ ભાવ ર્દયમાં ઉત્પન્ન થાય છે.
ચૈત્યવંદનમાં યોગમુદ્રા, મુક્તાસૂક્તિ મુદ્રા અને જિનમુદ્રાની સાથે સૂત્રો બોલવાનાં હોય છે. બંને નેત્રો જિનપ્રતિમા ઉપર સ્થિર કરવાનાં હોય છે. જિતમુદ્રામાં કાયોત્સર્ગ-ધ્યાન કરવામાં આવે છે. સર્વ કાયોત્સર્ગ જિનમુદ્રામાં કરવામાં આવે છે.
પ્રતિક્રમણમાં "વંદિતાસૂત્ર” તમારે લોકોએ "વીરાસન"માં બોલવાનું હોય છે!
આસન-મુદ્રાઓનું ઉચિત પાલન શુભ ભાવોની વૃદ્ધિમાં નિમિત્ત બને છે. ધમક્રિયામાં આનંદનો અનુભવ કરવો હોય તો વિધિ-તત્પરતા હોવી અનિવાર્ય છે.
વિધિ-તત્પરતાનું ચોથું લક્ષણ છે - યુક્ત સ્વર. ચૈત્યવંદન કરતી વખતે તમારે સૂત્રોચ્ચાર યુક્ત સ્વરમાં કરવો જોઈએ. એટલે કે તમારો અવાજ એવો હોવો જોઈએ કે જેથી મંદિરમાં બેઠેલા અન્ય માણસોની ધર્મક્રિયામાં વિક્ષેપ ન પડે. કેટલાક લોકોને જોર-જોરથી સૂત્રોચ્ચાર કરવાની ટેવ હોય છે. તેઓ બીજા લોકોનો ખ્યાલ જ રાખતા નથી. મંદિરમાં પ્રવેશતાં જ તેમનો અવાજ કોલાહલ પેદા કરે છે. બીજાની ધર્મક્રિયામાં વિક્ષેપ ઊભો કરી નાખે છે. તે એક મોટું પાપ છે. બીજાની ધર્મક્રિયામાં વિક્ષેપ કરવો એ મામૂલી પાપ નથી.
સભામાંથી એટલા માટે તો અમે સવારે મંદિરે જતા જ નથી. સવારમાં એટલો શોર હોય છે કે શાન્તિથી પ્રભુનાં દર્શન થતાં નથી કે સ્તુતિ-પ્રાર્થના પણ થતી નથી.
મહારાજશ્રી જે લોકો મંદિરમાં જોરથી બરાડા પાડે છે, તેઓ મોટે ભાગે પ્રવચન સાંભળવા આવતા નથી ! એમને કોણ સમજાવે ? એ અનિવાર્ય અનિષ્ટ થઈ ગયું છે. એટલા માટે સુખી લોકોએ પોતાના ઘરમાં નાનકડું મંદિર બનાવી લેવું જોઈએ. ગૃહમંદિરમાં તમે શાન્તિથી, મધુર સ્વરથી પરમાત્માની સ્તવના કરી શકશો અને મધ્યમ સૂરોમાં ચૈત્યવંદન કરી શકશો.
સભામાંથી જેમને પોતાનું ગૃહમંદિર ન હોય તે લોકો શું કરશે? મહારાજશ્રી તેઓ સંઘ-મંદિરમાં જશે, શોર કરનારા પ્રત્યે ભાવકરુણા રાખીને બની શકે તેટલી એકાગ્રતાથી ચૈત્યવંદન કરશે. પ્રાતઃકાળે પોતાના ઘરમાં જે ચૈત્યવંદન કરવાનું હોય છે તે શાંતિ, ઉલ્લાસ અને એકાગ્રતાથી કરવું. શોર મચાવનાર પ્રત્યે રોષ ન કરવો. રોષ કરવાથી આત્માનું અહિત થશે. મંદિરમાં જવું બેકાર થઈ જશે. - પાંચમું લક્ષણ છે - પાઠોપયોગનું ધમક્રિયામાં જે સૂત્રપાઠ કરવામાં આવે, તે સૂત્રપાઠ કરતી વખતે મન એની સાથે જોડી દેવું. ચિત્ત એ જ સૂત્રપાઠ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org