________________
ભાગ - ૨
પ૩ અખબારો-Newspaper - લોકશાહીના સંવાહક છે. ધર્મક્ષેત્રમાં લોકશાહીનો વિરોધ કરનારા મહાપુરુષો (1) લોકશાહીના સંવાહક સાધનનો ઉપયોગ કરે છે ! જે જિનશાસનમાં લોકમતનું કોઈ મૂલ્ય નથી, જિનમતનું જ મૂલ્ય છે, એ જિનમતને, લોકમત પ્રાપ્ત કરવા માટે અખબારોમાં લઈ જાય છે. તેનું વસ્ત્રાહરણ કરે છે. આ વાતને ગંભીરતાપૂર્વક વિચારજો.
ધર્મક્ષેત્રમાં અયોગ્ય વ્યક્તિઓ પ્રવેશી ગઈ છે, તેઓ ધર્મક્ષેત્રની આન-શાનને બટ્ટો લગાવી રહી છે. પોતાનું અહિત તો કરે જ છે, સાથે-સાથે બીજાનું પણ અહિત કરે છે. શાસ્ત્રસંમત ધમધિકારી મનુષ્યના ૨૧ ગુણો :
ખૂબ દુઃખની વાત છે કે આજે આપણા શાસનમાં અનુશાસન હીનતા છે; ન કોઈ કોઈને કશું કહી શકે છે, ન કોઈ કોઈનું સાંભળે છે. શાસ્ત્રો અને આગમોની વાતો ઘણી થાય છે, પણ તે પોતાના પક્ષની માન્યતાઓને સિદ્ધ કરવા અને બીજા પક્ષોની માન્યતાઓનું ખંડન કરવા માટે ! ગુણહીન માણસોએ ખૂબ શોર મચાવી દીધો છે.
ધર્મક્ષેત્રમાં ગુણવાન માણસોનું અવમૂલ્યાંકન કરીને ક્રિયાજડ અજ્ઞાનીઓનું મૂલ્ય વધારી દેવામાં આવ્યું છે. જ્ઞાનહીન ધર્મક્રિયા કરનારાઓને મહત્ત્વ આપવામાં આવે છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તમારે જાગ્રત બનીને સ્વ-પર મતના હિતમાં પ્રવૃત્ત બનવું જોઈએ. પોતાનું વ્યક્તિત્વ ગુણવાન બનાવવું જોઈએ. ૨૧ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે તો હું એ ૨૧ ગુણોનાં માત્ર નામ જ બતાવીશ. ૧. ગંભીરતા ૨. રૂપ
૩. સૌમ્ય પ્રકૃતિ ૪. લોકપ્રિયતા પ. અક્રૂરતા
૬. પાપભીરુતા ૭. અશતા ૮. સુદાક્ષિણ્ય
૯. લજ્જા ૧૦. દયા ૧૧. મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિ ૧૨. ગુણાનુરાગ ૧૩. સત્યકથા ૧૪. સુપરિવાર ૧૫. દીર્ઘદ્રષ્ટિ ૧૬. વિશેષજ્ઞતા ૧૭. વૃદ્ધાનુસારિતા ૧૮. વિનય ૧૯. કૃતજ્ઞતા ૨૦. પરહિતનિરતા ૨૧. લબ્ધલક્ષ્યતા
છે કે એક માણસમાં આ ૨૧ ગુણો બધા જ ન હોઈ શકે. ઓછાવત્તા હોઈ શકે, પરંતુ ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો ઓછામાં ઓછા સાત ગુણ તો હોવા જોઈએ. કેટલાક ગુણ કર્મોના ક્ષયોપશમ પર આધારિત છે, તો કેટલાક પુણ્યકર્મના ઉદય ઉપર આધારિત છે. વિશેષજ્ઞતા, દીર્ઘદ્રષ્ટિ અને લબ્ધલક્ષતા જ્ઞાનાવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org