________________
પ્રવચન : ૨૭
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મીબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશિષ્ટ શ્રાવક ધર્મ બતાવે છે. ત્યાં શ્રાવકજીવનની દિનચર્યાં વિસ્તારથી બતાવી છે. સવારથી સાંજ સુધી શ્રાવકશ્રાવિકાઓએ શું કરવું જોઈએ, એ વિષયમાં સ્પષ્ટ અને વિશદ માર્ગદર્શન આપ્યું છે.
જો જીવન નિયમિત, વ્યવસ્થિત અને નિયમબદ્ધ જીવવું હોય તો આ માર્ગદર્શન તમારે માટે ઉપયોગી સિદ્ધ થશે. અનિયમિત, અવ્યવસ્થિત અને અસંયમિત જીવન જીવનારાઓ માટે આ માર્ગદર્શન કામનું નથી. તેમને તો માર્ગ’ જ પસંદ આવતો નથી ! પછી માર્ગદર્શન શા માટે પસંદ કરે ? તેમને તો માર્ગ નહીં પરંતુ ઉન્માર્ગ પસંદ પડે છે ! તેઓ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં પણ ઉન્માર્ગગામી હોય છે, ધર્મપુરુષાર્થની તો વાત જ છોડો.
શાન્ત, સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની અપેક્ષા રાખતા હો તો અર્થ, કામ અને ધર્મ - ત્રણે પુરુષાર્થોમાં નિયમિત, વ્યવસ્થિત અને સંયમિત બનવું જ પડશે. સ્વચ્છંદી અને ઉન્માર્ગગામી જીવનમાં શાન્તિ અને સુખની આશા રાખવી વ્યર્થ છે. સમૃદ્ધિની અપેક્ષા રાખવી બેકાર છે. અશાન્તિ અને વ્યથા-વેદનાઓમાં જ જીવન પૂરું થઈ જાય છે.
દિવસનો મંગલ પ્રારંભ નવકાર મહામંત્રથી
મનુષ્યજીવન જો એમ જ પૂરું થઈ ગયું તો અનંત જન્મ દુર્ગતિઓમાં પસાર કરવા પડશે. એટલા માટે કહું છું કે પ્રમાદનો ત્યાગ કરીને જીવનને નિયમિત, વ્યવસ્થિત અને સંયમિત બનાવી દો. નિયમિત રીતે નવ યા દશ વાગે સૂઈ જવું, સવારે ચાર યા પાંચ વાગે ઊઠી જવાનું રાખો. સૂતી વેળાએ શ્રી નવકારનું સ્મરણ અને ઊઠતી વખતે પણ શ્રી નવકારનું સ્મરણ !
નવા દિવસનું સ્વાગત નવકાર મંત્રથી કરો. આખો દિવસ શુભ અને મંગલમય પસાર થશે.
સભામાંથી : રાત્રે બાર-એક વાગ્યા પહેલાં સૂતા જ નથી ! અને સવારે સાત વાગ્યા પહેલાં ઊઠતા નથી !
મહારાજશ્રી : પરિવર્તન કરવું પડશે. આદતો સુધારવી પડશે. જો સાચેસાચ આ જીવનનું સાફલ્ય પ્રાપ્ત કરવું હોય, આત્મકલ્યાણના માર્ગે ચાલવું હોય, સાત્ત્વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org