________________
૪૦
શ્રાવકજીવન – પ્રીતિ-ભક્તિનો ઉલ્લાસ છે પરંતુ સમ્યફ શ્રદ્ધા નથી,
તો તમારી ચૈત્યવંદનની ક્રિયાનો કોઈ અર્થ નથી, મહત્ત્વ નથી. કોઈ વિશેષ ફળ મળતું નથી. નથી તો તૃપ્તિ થતી કે નથી શુભ ભાવની પ્રાપ્તિ થતી. અશુભ ભાવો નષ્ટ થતા નથી. એટલા માટે શ્રદ્ધાથી તેમજ પ્રીતિ-ભક્તિના ઉલ્લાસથી ચૈત્યવંદન કરવાનું છે. ચૈત્યવંદન કેવી રીતે કરવાનું છે ??
આ પણ વિધિપૂર્વક કરવાનું છે. આગમ-દર્શિત વિધિથી કરવાનું છે. દરેક ધર્મક્રિયા કરવાનો વિધિ આગમોમાં બતાવવામાં આવ્યો છે. તમારે જે વિધિ કરવાનો હોય તેનું વિધિ-જ્ઞાન જ્ઞાની પુરુષો પાસેથી જાણી લેવું - સમજી લેવું. મનમાની રીતે, ગમે તેમ કરવાનું નથી. વિધિથી કરેલી પ્રવૃત્તિનું સારું ફળ મળે છે. સંસાર વ્યવહારમાં પણ વિધિનું મહત્ત્વ માનવામાં આવ્યું છે.
જેવી રીતે તમારા સંસારમાં દરેક કાર્યમાં વિધિનો આગ્રહ રાખો છો, દરેક કાર્ય જે રીતે થવું જોઈએ, જે સમયે થવું જોઈએ એ રીતે કરો, તે સમયે કરો, તો તમારું કાર્ય પ્રશંસાપાત્ર બનશે. તમારી ઉન્નતિ થશે. ધર્મક્રિયા પણ જે પ્રકારે કરવાની હોય તે રીતે જ કરવી જોઈએ. જે સમયે જે ક્રિયા કરવાની કહેવામાં આવી હોય તે સમયે તે ક્રિયા કરવી જોઈએ. "કાલ”-સમયનું ઘણું મહત્ત્વ છે. - મંત્રસાધનામાં સમયનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. જે દિવસે, જે સમયે જે
મંત્ર તમારે જપવાનો હોય તે દિવસે, તે સમયે મંત્રસાધના કરવાથી જ કાર્યસિદ્ધિ
થાય છે. – જે સમયે જે બીજ ખેતરમાં વાવવાનું હોય છે તે સમયે તે બીજ ખેડૂત વાવે
છે, તેથી સારો પાક પામે છે. - સ્ત્રી જ્યારે ઋતુસ્નાતા બને છે તે સમયે સંભોગ કરવાથી ગર્ભવતી બની શકે
– જે સમયે ઔષધ લેવાનું હોય છે તે સમયે ઔષધ લેવામાં આવે, તો રોગ દૂર થાય છે. સવારનું ઔષધ સાંજે લેવામાં આવે અને સાંજનું ઔષધ સવારે લેવાય તો ? રોગ મટવાને બદલે વધી જાય ને ?
આ રીતે પ્રત્યેક ધર્મક્રિયાનો પોતાનો સમય નિશ્ચિત હોય છે. તમને જ્ઞાન હોવું જોઈએ કે કઈ ધર્મક્રિયા કયા સમયે કરવાની છે. "ચૈત્યવંદન” સવારે ઊઠતાં જ - પ્રભાતમાં કરવાનો સમય બતાવ્યો છે ને ? એમ પૂજાનો સમય મધ્યાહ્ન છે. પ્રતિક્રમણનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત છે. ધર્મક્રિયાઓમાં કેવી રીતે બેસવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org