________________
૩૪
શ્રાવકજીવન આ રીતે અરિહંત પરમાત્મા આપણી પાસે જ છે, એવો પ્રતિભાસ થાય ત્યાં સુધી નિશ્ચય ચિત્તથી ધ્યાન કરતા રહેવું. અત્યંત ભક્તિભાવથી નતમસ્તક બની પરમાત્માના ચરણોનો સ્પર્શ કરતા હો એવી કલ્પના કરવી, અને ચિંતન કરવું? હે પરમાત્મા, મેં આપનું શરણ લીધું છે, આપ જ મારું શરણ છો, હું આપનો છું.”
એવું ચિંતન કરીને સુગંધી દ્રવ્યોથી પૂજા કરવી, સ્તુતિ કરવી અને બોધિલાભની પ્રાર્થના કરવી. ત્યાર પછી આંખો ખોલવી. ધ્યાન પૂર્ણ થયું.
આનંદ આવ્યો ને ? કલ્પનાના પ્રકાશમાં સમવસરણ જોયું ને? પરમાત્માની સૃષ્ટિમાં ભ્રમણ કરવાની મજા પડીને ? આ દુઃખમય દુનિયાને ભૂલી ગયા હતા ને? પરમાત્માના મિલનનો રોચક-રોમાંચક અનુભવ હજુ પણ અનુભવી રહ્યા છો ને ?
કદાચ અત્યારે નહીં તો પછી પણ તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી શકે કે "ધ્યાનની ફલશ્રુતિ શું હોઈ શકે ?" આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો આપણા મનમાં ક્રિયાના ફળ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. - આચાર્યશ્રી દેવભદ્રસૂરિજીએ “પાર્શ્વનાથ ચરિત્રમાં ધ્યાનની ફલશ્રુતિ આ પ્રમાણે બતાવવાની કૃપા કરી છે. એ ફલશ્રુતિ બતાવું છું ઃ -- જે માણસ આ પ્રકારે પ્રતિદિન ધ્યાન ધરે છે, તે માણસની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન
કરતું નથી. તેનું વચન માન્ય ગણાય છે. - કદાચ એના શરીરમાં રોગ ઉત્પન્ન થયો હોય તો રોગ મટી જાય છે. – અર્થોપાર્જનનાં નિમિત્તો મળી જાય છે. અર્થપ્રાપ્તિ થાય છે અને તે ધનવાન બની
જાય છે. – તેને સૌભાગ્ય અને યશપ્રાપ્તિ-કીર્તિપ્રાપ્તિ થાય છે. - આ ફળો તો તુચ્છ છે. તેના જન્માન્તરમાં દેવલોકનાં દિવ્ય સુખ મળે છે અને (ત્રણ અથવા આઠ ભવોમાં) મુક્તિનાં સુખ પ્રાપ્ત થાય છે. પ્રથમ પરમેષ્ઠીના ધ્યાનથી દુખક્ષય અને સુખપ્રાપ્તિ થાય જ છે, એ સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો. આમ પંચ પરમેષ્ઠીઓનું ધ્યાન કરવું જોઈએ. સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાથી પાંચ પ્રકારની ફળપ્રાપ્તિ બતાવી. છે. આ અંગે એક પ્રાચીન કથા પણ કહેવામાં આવી છે. મંત્રી શિવદત્તની કથા
મંત્રી શિવદત્ત :
એક નગર હતું. નગરના રાજાના મંત્રીમંડળમાં "શિવદત્ત” નામનો એક મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org