________________
૨૭
ભાગ - ૨ અપાવનારા છે.” એવી પ્રતીતિ દ્ધયમાં થવી જોઈએ. પંચ પરમેષ્ઠી પરમ સુખદાયકઃ
અનુભવી-જ્ઞાની મહાપુરુષોએ નમસ્કાર મહામંત્રનો મહિમા બતાવતાં કહ્યું છે
किं एस महारयणं ? किं वा चिन्तामणि ब्व ? नवकारो । किं कप्पदुमसरियो ? नहु नहु ताणं पि अहिययरो ॥ चिन्तामणि-रयणाई कप्पतरु इककजम्मसुहहेऊ । नवकारो पुण पवरो, सग्ग-पवग्गाण दायारो ॥ શું આ નવકાર મંત્ર મહારત્ન છે ? ચિંતામણિ રત્ન છે યા કલ્પવૃક્ષ સમાન છે? ના, ના, આ તો એ સર્વેથી શ્રેષ્ઠ છે. કારણ કે ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ વગેરે તો એક જન્મમાં સુખ આપનારાં છે, જ્યારે પરમ શ્રેષ્ઠ નવકાર તો સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં સુખ આપનાર છે.' પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાનું આ શ્રેષ્ઠ ફળ બતાવવામાં આવ્યું છે.
એટલા માટે સર્વ પ્રથમ તો મનથી પાંચ પરમેષ્ઠીઓના ગુણોનું સ્મરણ કરવું. વાણીથી તેમની સ્તુતિ કરવી અને કાયાથી તેમને પ્રણામ કરવા. આમ કરવાથી તમે મનથી જે કંઈ ઈચ્છશો, મનથી જે કંઈ માગશો અને કાયાથી જે કોઈ કાર્ય કરશો તે તમારું કાર્ય પૂર્ણ થશે, તમારી ઈચ્છા પૂર્ણ થશે, તમારી પ્રાર્થના સફળ થશે.
શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું પ્રણિધાન કરીને કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરો, તો તમને તરત જ કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે. મૃત્યુ સમયે જે મનુષ્યના મુખમાં પંચ પરમેષ્ઠી ભગવંતનાં નામ હોય છે તે ભવાંતરમાં સદ્દગતિ જ પ્રાપ્ત કરે છે. જે તેનો મોક્ષ ન થાય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. એટલે કે દેવોની શ્રેષ્ઠ યોનિમાં ઉત્પન્ન થાય છે. પંચ પરમેષ્ઠી પરમ દુખવિદારક?
જેવી રીતે પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ પરમ સુખદાયક છે તેવી રીતે તેમનું સ્મરણ, પૂજન, સ્તવન જીવોના દુઃખોને મટાડનારું છે. અનુભવી-જ્ઞાની પુરુષોની વાણી છે કે :
જે ભવ્ય જીવ કરજાપથી ૧૦૮ નવકાર મંત્રના જાપ કરે છે તેને પિશાચ વગેરે વ્યંતરદેવો ઉપદ્રવ કરતા નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org