________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
ના અહંતા મમતાવાળા જ્ન્મ મરણનાં અનેક પ્રકારનાં દુઃખા માત્ર ટળેછે. ૨..
परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् ॥ द्विरूपं तद्धि सर्वं स्यादेकं तस्माद्विलक्षणम् ॥३॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ—પરબ્રહ્મ તા શ્રીકૃષ્ણેજ છે. અક્ષરબ્રહ્મ સત્ ચિત્ અને આનદાત્મક છે. તે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ છે. એક આ સંપૂર્ણ જગત્ અને બીજું જગથી વિલક્ષણ રૂપ છે.
સાર—શ્રી આચાર્યજી કહે છે પરમાત્મા–પરમેશ્વર-પરબ્રહ્મ જે કહેા, તે આ જગના પ્રભુ એક. પરબ્રહ્મ શ્રીકૃષ્ણેજ છે. અને બહુત એટલે અક્ષરબ્રહ્મ તેનાં બે સ્વરૂપ છે એક તે। આ જગત્પ. અને બીજું આ જગથી વિલક્ષણરૂપ આ પ્રમાણે બે રૂપવાળુ અક્ષરબ્રહ્મ જાણવું. ૩. अपरं तत्र पूर्वस्मिन्वादिनो बहुधा जगुः ॥ मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा ॥ ४ ॥
અર્થજગતૂરૂપી જે તેનું પૂર્વ રૂપ તેમાં વાદીઓનું અનેક પ્રકારાથી કથન છે. ક્રાઈએક કહેછે કે આ જગત્ માયિક છે; કાઇ કહેછે સગુણ છે; કાઇના મત એવો છે કે કાર્ય છે; તેમજ કાઇના મત જગત્ સ્વતંત્ર છે. એમ અનેક પ્રકારે વાદીઓ કહેછે.
સાર-માયાવાદીએ આ જગને માયિક એટલે માયાથી થયેલું અને ખાટું છે એમ કહેછે. સાંખ્ય મતવાળાએ આ જગત્ સગુણ છે એટલે સવાદિક ગુણવાળુ છે એમ કહેછે. નૈયાયિકા કહેછે કે પૃથ્વી જલ વિગેરેના પરમાણુના કાર્યરૂપ છે. મીમાંસા મતવાળા કહેછે કે આ જગત્ સ્વતંત્ર એટલે કારવિના બનેલું છે, એમ અનેક પ્રકારે આ જગતનું સ્વરૂપ ખેલાય છે. ૪.
For Private and Personal Use Only