Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામીજીએ કરેલી આ ‘શિવવિવર્યવ્યાવ્યા જ્યારે મેં જોઈ, ત્યારે જ મને ભાન થયું કે શ્રીપુષ્પદંત આ શિવમહિમ્ન સ્તોત્રની રચના અસાધારણ બુદ્ધિશકિતથી કરેલી છે. પ્રથમ દૃષ્ટિએ એમાં માત્ર શિવસ્તુતિ જ દેખાઈ આવે છે, પરંતુ ઝીણવટથી જોતાં દરેક શ્લોકમાં શિવવિષ્ણુ ઉપર અર્થ થાય એ પ્રમાણેની પદરચના થયેલી જોવામાં આવે છે. શિવવિષ્ણુની અભેદતા અર્થાત હરિહરની એકતા શાસ્ત્રોને તથા વિદ્રાનાને જે માન્ય છે, તે એમાં સુંદર રીતે સિદ્ધ કરી બતાવેલ છે, તેવી જ અસાધારણ બુદ્ધિશકિતનો પરિચય સ્વામીજીએ પાતાની ‘શિવવિવર્થવ્યા ત્યા' રચીને કરી બતાવ્યો છે. આમ ગંધર્વરાજ અને સ્વામીજીમાં રહેલાં ભાષાજ્ઞાનનાં અને તત્ત્વજ્ઞાનનાં આપણે જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. મારું મસ્તક તે તેમનાં આ શુભ કામે અને શુભ નામા પ્રત્યે હંમેશાં પૂજ્ય ભાવે નમતું રહે છે. . > શિવ અને વિષ્ણુ, બંને પક્ષે અર્થ ઘટાવી શકાય, એવા શ્લેષ રચનાવાળા આ શ્લોકોનો અનુવાદ કરવા હું પ્રેરાયો છું. કારણ કે શિવસ્વરૂપમાં અને વિષ્ણુસ્વરૂપમાં હું ભેદ માનતો નથી, છતાં મારું મન હમેશાં શિવસ્વરૂપાનુરાગી હોઈ, શિવગુણકથનમાં મજા માણે છે. શ્રી ભર્તૃહરિ યોગીન્દ્રનાં વચનો મને આ વખતે યાદ આવે છે. તેમણે ‘વૈરાગ્યશતક ”માં કહ્યું છે: महेश्वरे वा जगतामधीश्वरे जनार्दने वा जगदन्तरात्मनि । न वस्तुभेदप्रतिपत्तिरस्ति मे तथापि भक्तिस्तरुणेन्दुशेखरे ॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 124