Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ પ્રસન્નતા સારું આજે પણ સર્વે શિવભકતો અનન્ય ભાવથી એને ગાય છે ને પાતાને કૃતાર્થ માને છે. બ્રાહ્મણના મુખે તા એના હંમેશ માટે વાસ હોય છે; બાળક અને વૃદ્ધ સર્વ કોઈ એના રોજ પાઠ કરે છે. આ સ્તોત્રની મહત્તા શિવની રુદ્રી સમાન છે; અગિયાર વખત શિવમહિમ્ન: સ્તોત્રનો પાઠ કરવાથી એક દ્રીપાઠ થયેલા મનાય છે. ખરેખર આ સ્તોત્ર ઉત્તમ કોટિનું છે. સાધારણ સંસ્કૃત ભણેલો માણસ એના અર્થ સમજી શકે નહિ એ દેખીતું છે. ટીંકાના આધાર વગર ઘણી ગૂંચો એમાં રહી જવા સંભવ છે; કેમ કે આ સ્તોત્રમ શિવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરેલું છે. એમાં મોટે ભાગે શિવના સગુણ મહિમાના વિસ્તાર છે. તાપણ દર્શક શ્લોકમાં તો કેવળ નિર્ગુણ મહિમા જ ગાયો છે. આ શ્લોકોની કઠિનતા અને યોગ્યતા બ્રહ્મસૂત્ર જેવી છે. જેવી રીતે સૂત્રમાં અક્ષરો બહુ જ થોડા હોવા છતાં તેમાં સંદેહરહિત સર્વસારભૂત અર્થભાર ભરેલા હોય છે, તેવી જ રીતે આમાં પણ વેદાંતની વિચારસરણીથી વેદાંતના સર્વ સિદ્ધાંતાના સાર સમાવવામાં આવેલા છે. આ હકીકત ધ્યાનમાં લઈ પરમકૃપાળુ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી મધુસૂદન સરસ્વતી સ્વામીજીએ આ સ્તોત્ર ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા કરેલી છે. જોકે કલકત્તાના જગન્નાથ ચક્રવર્તીએ તથા બીજા પંડિતોએ પણ આ સ્તોત્ર ઉપર ટીકાઓ કરેલી છે, પરંતુ સ્વામીજીએ કરેલી વ્યાખ્યાની સમાનતા કોઈથી પણ થઈ શકી નથી; તે તો અનુપમ જ છે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 124