Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ શંકા-સમાધાન 7 માધ્યમે ખુલ્લા થતા અજ્ઞાનના કંટકથી જ ઉદ્ધાર કરીને ‘કાંટાથી કાંટો’ કાઢવાનો પ્રયત્ન કરવો, એ ડહાપણ ગણાતું હોય છે. પગમાં પેસી ગયેલા કાંટાને છૂપાવી રાખવા જેમ જીવનભર લંગડાતી ચાલે ચાલવાનું કોઇ પસંદ નથી કરતું. રોગ જાહેર થઇ જાય, એવી બીકથી જેમ વૈદ્ય સમક્ષ મૂંગા બની જવાની કોઇની તૈયારી નથી હોતી, એમ તાત્ત્વિક વિષયમાં પેદા થયેલા સંદેહને જ્ઞાની સમક્ષ જિજ્ઞાસા તરીકે વ્યક્ત કરવા જતા જેને ગુમાન આડું ન આવે, એ જ સાચા અર્થમાં જ્ઞાની બની શકે. અજ્ઞાન છૂપાવતા રહીને શંકા વ્યક્ત ન કરવી, એ જેમ અજ્ઞાની રહેવાનો જ રાહ છે, એમ ‘જ્ઞાની’નો દેખાડો કરવા મથવું, એય અજ્ઞાનશેખરમાં જ ખપવાનો માર્ગ છે. જ્ઞાનની સફરમાં આગે કદમ બઢાવતા રહેવાનાં રાજમાર્ગ તરીકે તો ‘જિજ્ઞાસા'ને જ બિરદાવવી રહી. આટલી ભૂમિકા પરથી ‘શંકા-સમાધાન'ની ઉપયોગિતા અને ઉપકારકતાનો ખરો ખ્યાલ આવી જ જશે. ‘ભયવં કિં તત્તું' આ જાતની વ્યક્ત થયેલી ગણધર ગૌતમની જિજ્ઞાસા અને ‘ગોયમા’ ના સંબોધનપૂર્વક ભગવાને કરેલી એની તૃપ્તિમાંથી તો દ્વાદશાંગી સ્વરૂપ આ તીર્થની સ્થાપના થવા પામી છે, એમાંનું એક અંગ ‘ભગવતી સૂત્ર' તો ૩૬ હજાર પ્રશ્નોત્તરોથી જ ભર્યું-ભર્યું છે, આવું જાણનાર માટે ‘શંકા-સમાધાન'ની પ્રાચીન પરંપરાનો પરિચય આપવો, એ મા આગળ મોસાળનો મહિમા વર્ણવવા જેવું જ ન ગણાય શું ? જૈન સંઘમાં જાણીતા-માનીતા ‘કલ્યાણ’ માસિકમાં લોકપ્રિય એક વિભાગ તરીકે ‘શંકા-સમાધાન'નું અનેરું આકર્ષણ વર્ષોથી એકધારું રહ્યું છે. સાતમા દાયકા તરફ અગ્રેસર ‘કલ્યાણ' પર અનેક પૂજ્યોની કૃપાદિષ્ટ વરસતી રહી હોવાના કારણે ‘શંકા-સમાધાન’નો આ વિભાગ અવનવા નામે અનવરત ચાલુ જ રાખવા ‘કલ્યાણ’ કેટલાય વર્ષોથી બડભાગી બન્યું. એમાં છેલ્લે છેલ્લે અગિયાર વર્ષથી આ વિભાગમાં સમાધાનદાતા તરીકેની જવાબદારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લઇને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 320