Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ શંકા-સમાધાન સમો કોઈ તપ ન હોવાથી “શંકા-સમાધાન'ની મહા-તપ તરીકેની મૂલ્યવત્તા પણ એકદમ યથાર્થ જ ગણાય. “શલ્યોદ્ધાર તરીકે પણ જેનો પરિચય કરાવી શકાય, એ “શંકા'ને જો શલ્ય ગણીએ, તો સમાધાન'ને ઉદ્ધારની કક્ષામાં મૂકી શકાય. સુપ્રસિદ્ધ ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ દ્વારા શબ્દસ્થ બનેલ દળદાર “શંકાસમાધાન'નો પરિચય પામવાની પૂર્વ ભૂમિકા રૂપે “શલ્યોદ્ધાર'ના આ રૂપકને હજી ઉંડાણથી વિચારવું આવશ્યક ગણાય. પગમાં પેસી ગયેલો કાંટો કાંટાથી જ કાઢી શકાય. કાંટો કાંટાથી નીકળે, આવી કહેવતનો રહસ્યાર્થ પણ એવો જ છે કે, અજ્ઞાનનો કાંટો એ અજ્ઞાનને વ્યક્ત કરવાથી જ નીકળી શકે. ડગમગાયા વિના, સડસડાટ, નિરાબાધપણે ચાલવું હોય, તો જેમ પગમાં પેસી ગયેલો કાંટો કઢાવવો જ પડે, નહિ તો પ્રગતિ ન સાધી શકાય, પગમાં રહી ગયેલો એ કાંટો એવો બગાડો પેદા કરે કે, અંતે પગ કપાવવો પડે. કાંટાથી પેદા થયેલી પીડા દૂર કરવા થોડી વધુ પીડા સહન કરીને પણ કાંટો કઢાવવો, એ ડહાપણની નિશાની ગણાય, આ જ ન્યાય “શંકાસંદેહને લાગુ પડે. જ્ઞાનના પ્રવાસમાં સતત પ્રગતિ સાધવામાં અટકાવતા કંટક તરીકે જેને ઓળખાવી શકાય, એ શંકાના શલ્યનું નિર્મુલન ન થાય, ત્યાં સુધી જ્ઞાનના ક્ષેત્રે ઝડપી પ્રગતિ ન સાધી શકાય. શંકા અજ્ઞાન સ્વરૂપ હોવાથી પોતાનું અજ્ઞાન છતું ન થઈ જાય, એટલા માટે “શંકા વ્યક્ત કરવાથી કોઈ દૂર રહેતું હોય છે, પણ આનો વિપાક એવો આવતો હોય છે કે, એકાદ પળ પૂરતું છતું ન થતું એ અજ્ઞાન જીવનભર ગાઢ થતું જ જાય છે, એથી જ્ઞાનના ક્ષેત્રે ઝડપભેર પ્રગતિ શક્ય બનતી નથી અને એના ડગમગાતા પગ પરથી જ એના અજ્ઞાનની વહેલી મોડી જાહેરાત થઈ ગયા વિના પણ નથી જ રહેતી! આમ, પળ માટે છૂપું રહી શકેલું અજ્ઞાન અને જીવન સુધી અકળાવનારું નીવડી શકે છે. માટે તત્ત્વવિષયક અજ્ઞાનના એ કંટકનો, “શંકાના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 320