________________
શંકા-સમાધાન
5
સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શંકા-સમાધાન : એક મહાતપ
જૈનશાસનમાં ‘સ્વાધ્યાય'નું ખૂબ ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. સ્વાધ્યાયામ્મા પ્રમવિતવ્ય જેવા સાધના સૂત્રો દ્વા૨ા પળે પળે જાગૃત રહીને આત્માનું અવલોકન કરતા રહેવાની પ્રેરણા ઠેર ઠેર વાંચવા મળે છે. સ્વનું એટલે જાતનું અધ્યયન કરવું એ ‘સ્વાધ્યાય'નો સૂચિતાર્થ છે. ‘સન્નાય સમો નસ્થિ તવો' આ સૂત્ર સ્વાધ્યાયને ‘મહાતપ’તરીકે બિરદાવે છે. આ સંદર્ભમાં ‘શંકા-સમાધાન'ની પ્રાચીન પરંપરાને મહાતપ તરીકે ઓળખાવીએ, તો આશ્ચર્ય થયા વિના ન જ રહે. પણ ઉંડાણથી વિચારીશું, તો આ ઓળખાણ એકદમ યથાર્થ અને સાર્થક જણાશે. કારણ કે ‘શંકા-સમાધાન’ સ્વાધ્યાયનો જ એક પ્રકાર ગણાય અને સ્વાધ્યાય સમો તો કોઇ મહાતપ નથી. સ્વાધ્યાયનાં પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. આ પ્રકારોનો સામાન્યાર્થ આવો થાય— ગુરુમુખે સૂત્રાર્થનું ગ્રહણ કરવું એ વાચના, એ વાચના દરમિયાન કોઇ શંકા-સંદેહ પડે તો જિજ્ઞાસાથી પ્રશ્ન કરવો એ પૃચ્છના, નિઃશંકિત બનીને એ સૂત્રાર્થનું વારંવાર રટણ કરવું એ પરાવર્તના, એ સૂત્રાર્થ પર ઉંડાણથી ચિંતન-મનન કરવું એ અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષિત સૂત્રાર્થને દેશના દ્વારા લોકહિતાર્થે પ્રકાશિત કરવા એ ધર્મકથા.
આ પાંચે પાંચ પ્રકારો દ્વારા સ્વ-૫૨ હિતાર્થે સૂત્રાર્થનું પ્રકાશન કરવા રૂપ સ્વાધ્યાયમાં ‘પૃચ્છના’ સ્વરૂપ સ્વાધ્યાયના બીજા પ્રકારને આજની પ્રચલિત ભાષામાં ‘શંકા-સમાધાન'ના નામે ઓળખાવી શકાય. ‘પ્રશ્નોત્તર-પદ્ધતિ' આ રીતે સ્વાધ્યાય ગણાય અને સ્વાધ્યાય
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org